Nita Ambani : નીતા અંબાણી પુત્રના લગ્નમાં પહેરશે સોનાની સાડી?
Nita Ambani: દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી તેમના પુત્ર અનંત અંબાણીના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. અનંત આવતા મહિને 12મી જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યા છે જેના પર દેશ-વિદેશની નજર ટકેલી છે. આ દરમિયાન નીતા અંબાણી પોતાના પુત્રના લગ્નનું આમંત્રણ લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિશ્વનાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. કાશી નીતા અંબાણી માટે અન્ય એક કારણથી પણ ખાસ છે.
કાશીમાં છેલ્લા 4 મહિનાથી તૈયાર થઈ રહી છે
મળતી માહિતી અનુસાર નીતા અંબાણી પુત્રના લગ્નમાં જે સાડી પહેરવા જઈ રહ્યા છે તે કાશીમાં છેલ્લા 4 મહિનાથી તૈયાર થઈ રહી છે અને તેને સોનાના તારથી બનાવવામાં આવી રહી છે. હકીકતમાં જે દિવસે નીતા અંબાણી તેમના પુત્રના લગ્નનું કાર્ડ લઈને કાશી પહોંચ્યા તે દિવસે તેમણે રામનગરના સાહિત્યનાકા સ્થિત વણકર વિજય મૌર્યના હેન્ડલૂમમાં તૈયાર કરવામાં આવતી સાડીઓનો પણ સ્ટોક લીધો હતો. તેણીએ કારીગરો પાસેથી તેની સાડીમાં વપરાતી તમામ સામગ્રીની માહિતી પણ લીધી અને તેમની સાથે થોડી વાતચીત પણ કરી હતી.
નીતા અંબાણી તેમના પુત્રના લગ્નમાં સોનાની સાડી પહેરશે
આ દરમિયાન નીતા અંબાણીએ ત્યાં બનતી સાડીઓ પર કરવામાં આવતી ઉત્તમ કારીગરી પણ જોઈ હતી. આ પહેલા તેનણે બનારસના ઘણા વેપારીઓ અને કારીગરોને હોટેલમાં બોલાવ્યા અને તેમના દ્વારા પ્રદર્શન માટે લાવેલી સાડીઓ જોઈ હતી. તેણીએ વિવિધ વણકરો પાસેથી કેટલીક સાડીઓ માટે ઓર્ડર બુક કર્યો હતો. રામનગર સાડી વણકર અંગિકા કુશવાહ જેઓએ કાપડમાં પીએચડી કરી છે. તેમણે કહ્યું કે, નીતા અંબાણીએ અમારી 'લક્કા બુટી' સાડી પસંદ કરી જે પરંપરાગત 'કધુઆ ટેકનિક'નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે જેમાં એક લાખ બુટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
100થી વધુ સાડીઓ જોઈ
ખાસ વાત એ છે કે તેમના પિતા અમરેશ કુશવાહ જેઓ ઉત્તર પ્રદેશ ઈન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ ફેડરેશન (UPCF)ના પ્રમુખ છે તેમણે કહ્યું કે, 'નીતા અંબાણીએ લગ્ન સમારોહ માટે ઘણા વણકર પાસેથી અલગ-અલગ પેટર્નની 100થી વધુ સાડીઓ મંગાવી હતી.' તેમણે એમ પણ કહ્યું કે, 'રિલાયન્સ સ્વદેશ ફાઉન્ડેશન દ્વારા બનારસી વણાટને વૈશ્વિક બનાવવામાં આવશે'. વણકર વિજય મૌર્યના પુત્ર અનિકેતે કહ્યું હતું કે, 'તેમની સાડી સોનાના તારથી બનાવવામાં આવી રહી છે. આને વાસ્તવિક ઝરી અને ટેસ્ટેડ ઝરી કહેવામાં આવે છે.
નીતા અંબાણીએ કાશીમાં પૂજા-પ્રાર્થના કરી
તેમણે એમ પણ કહ્યું હતું કે, 'નીતા અંબાણી અને તેની માતા આ સાડીઓ પુત્ર અનંત અને રાધિકાના લગ્નમાં પહેરશે.' આટલું જ નહીં, આ સાડીને બહાર દેખડવા પર પ્રતિબંધ છે. અહેવાલ અનુસાર, નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ મંદિર અને મા અન્નપૂર્ણા મંદિરને અનુક્રમે 1.5 કરોડ અને 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. તેમણે સાંજે દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં પણ ભાગ લીધો ત્યારબાદ તેમણે કાશીની એક નાની રેસ્ટોરન્ટમાં ચાટની મજા પણ માણી હતી.
આ પણ વાંચો - Panjab Kohrra TV Series –“તેનુ પતા પંજાબ દી ટ્રેજેડી કી એ?”
આ પણ વાંચો - Emergency Release Date: કંગના રણૌતની ફિલ્મ Emergency આ દિવસે થશે રિલીઝ
આ પણ વાંચો - Lata Mangeshkar-જીવનમાં કોઈ પણ પડકાર ઝીલી શકાય