Sensex અને Nifty 50 નોંધપાત્ર ઘટાડા સાથે બંધ, Mid Cap અને Small Cap માં શાનદાર વધારો
Share Market Update: આ સપ્તાહના બીજા દિવસે Share Market માં સતત ઉછાળો અને ઘટાડો જોવા મળ્યો હતો. આજ Share Market માં સ્થિત સ્થિર રહી ન હતી. જોકે Share Market ના શરુઆતના કલાકોમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ સમય જતા લાલા નિશાન પર આવીને Share Market કારોબાર કરી રહ્યું હતું.
Sensex 76, 456.59 ની સપાટીએ બંધ થયો
ભવિષ્યમાં મોટો ઘટાડો આવી શકશે
Mid અને Small Cap માં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું
ત્યારે આજે Share Market ના બંધ થતાની સાથે BSE Sensex 0.04% પર 33.49 પોઈન્ટ સાથે 76, 456.59 ની સપાટીએ બંધ થયો હતો. તો Nifty 0.02% પર 5.65 પોઈન્ટ સાથે 23,264.85 ની સાપાટી બંધ થયો હતો. તો Sensex માં આજે Tata Motors અને Maruti શેરમાં 1% નો વધારો જોવા મળ્યો હતો. તે ઉપરાંત Kotak, Asian Paints, ITC અને Bharti Airtel ના શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
ભવિષ્યમાં મોટો ઘટાડો આવી શકશે
જોકે સવારના સમયે Share Market ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે 0.25% પર 190.82 પાઈન્ટ પર 76,680.90 ની સપાટીએ કારોબાર થઈ રહ્યો હતો. તો Nifty 23,283.75 ની સપાટીએ ખુલ્યો હતો. જોકે કેન્દ્ર સરકારમાં નવી સરકાર બની હોવાને કારણે Share Market માં નોંધપાત્ર ઘટાડો જોવા મળે તેમ છે. તે ઉપરાંત ભવિષ્યમાં પણ Share Market માં મોટો ઘટાડો આવી શકશે.
Mid Cap અને Small Cap માં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું
બીજી બાજુ Mid Cap અને Small Cap માં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. BSE Mid Cap 0.74% નો વધારો જોવા મળ્યો હતો. તો BSE Small Cap માં 0.95% નો વધારો જોવા મળ્યો હતો. તેના કારણે ONGC માં 5.69%, Larsen & Toubro 1.59%, PSU Bank 0.15% અને Divi's Laboratories Ltd માં 1.27% નો વધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: SHARE MARKET: શેરબજાર ખૂલતાની સાથે ઉતાર-ચઢાવ