Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Economy : દેશમાં નવી સરકાર બનતા પહેલા જ અર્થતંત્ર માટે સારા સમાચાર

Economy : દેશની અર્થવ્યવસ્થા (Economy)વિશ્વસની સૌથી ઝડપથી આગળ વધતી ઈકોનોમી બનેલી છે. અને તે વિશ્વ બેંકથી લઈ આઈએમએફ સહિત તમામ ગ્લોબલ એજન્સીઓએ ભારત પર ભરોસો વ્યક્ત કર્યો છે. હવે આ લિસ્ટમાં એસએન્ડપી ગ્લોબલ રેટિંગ પણ સામેલ થઈ છે. અને આને...
economy   દેશમાં નવી સરકાર બનતા પહેલા જ અર્થતંત્ર માટે સારા સમાચાર

Economy : દેશની અર્થવ્યવસ્થા (Economy)વિશ્વસની સૌથી ઝડપથી આગળ વધતી ઈકોનોમી બનેલી છે. અને તે વિશ્વ બેંકથી લઈ આઈએમએફ સહિત તમામ ગ્લોબલ એજન્સીઓએ ભારત પર ભરોસો વ્યક્ત કર્યો છે. હવે આ લિસ્ટમાં એસએન્ડપી ગ્લોબલ રેટિંગ પણ સામેલ થઈ છે. અને આને લોકસભા ચૂંટણીના ઠીક અગાઉ ભારતનું આઉટલૂક રેટિંગ બદલી દીધું છે. રેટિંગ એજન્સીએ ભારતનું આઉટલૂક રેટિંગને સ્થિરથી પોઝિટિવ કરી દીધું છે.

Advertisement

વર્ષ-2010માં ફેરફાર કર્યો હતો

કોરોના કાળ પછી ભારતીય અર્થતંત્રે જોરદાર પુનરામગમન કર્યું છે. જેથી સૌને ચોંકાવી દીધા છે. પોતાની ઝડપને હજી યથાવત્ રાખતા રેટિંગ એજન્સીએ આશરે 14 વર્ષ પછી ભારતની આઉટલૂક રેટિંગમાં પરિવર્તન કર્યું છે. આ અગાઉ છેલ્લા વર્ષ-2010માં આ રેટિંગને બદલવામાં આવ્યું હતું. ત્યારે એસએન્ડપી ગ્લોબલે રેટિંગને નેગેટિવથી વધારી સ્ટેબલ કર્યું હતું.

રેટિંગનો વધારવાની આશા

પોતાની તાજેતરની રિપોર્ટમાં એસએન્ડપીએ કહ્યું કે જો ભારત સતર્ક રાજકોષીય અને નાણાકીય નીતિઓ અપનાવે છે જેનાથી સરકારને વધેલું દેવું અને વ્યાજનું વજન વધતું હોય તો તે આગામી બે વર્ષમાં ભારતની સાખને વધારનારું સાબિત થશે. અમેરિકાએ એજન્સીએ પોતાના રિપોર્ટમાં એવું પણ કહ્યું કે ભારતના રાજકોષીય નુકસાને સાર્થક રૂપથી ઓછું હોય છે. જીડીપીના સાત ટકાથી નીચે આવી જાય છે તે રેટિંગ એજન્સી વધારી શકે છે.

Advertisement

અર્થતંત્ર આ ગતિએ વધશે

મળતી માહિતી અનુસાર, એસએન્ડપી ગ્લોબલે જણાવ્યું કે પોઝિટિવ દૃષ્ટિકોણ અમારા દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કે સતત નીતિગત સ્થિરતા, ઊંડી આર્થિક પુનઃપ્રાપ્તિ અને ઉચ્ચ માળખાકીય રોકાણ લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓને ટકાવી રાખશે. નોંધનીય છે કે તાજેતરમાં એસએન્ડપી એ એફવાય25 માટે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસનો અંદાજ 6.4 ટકાથી વધારીને 6.8 ટકા કર્યો હતો.

Advertisement

આ  પણ  વાંચો - HDFC Bank : HDFC ના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે આટલા ટ્રાજેક્શન પર નહી આવે SMS

આ  પણ  વાંચો - SHARE MARKET : શેરબજારમાં સતત ચોથા દિવસે કડાકો, રોકાણકારોના કરોડો ધોવાયા

આ  પણ  વાંચો - PAN Aadhaar Link : Income Tax Department ની ચેતવણી! પાન અને આધાર નથી કર્યા લિંક તો……

Tags :
Advertisement

.