Anant and Radhika : આ રીતે શરૂ થઈ હતી અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની લવ સ્ટોરી!
દેશના ટોચના બિઝનેસ ટાઈકૂન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના દીકરા અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન મંગેતર રાધિકા મર્ચેન્ટ (Radhika Merchant) સાથે જલદી થવાના છે. જામનગરમાં (Jamnagar) રિલાયન્સ ટાઉનશીપ ખાતે 1લી માર્ચથી તેમનો પ્રી-વેડિંગ ઇવેન્ટ શરૂ થવાનો છે. આ ઇવેન્ટમાં દેશ-વિદેશથી મહેમાનો, જાણીતી હસ્તીઓ જામનગર ખાતે પધારી રહી છે. હાલ, અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના (Anant and Radhika) લગ્ન ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે તેમની લવ સ્ટોરી પણ ખૂબ જ અનોખી છે. આજે અમે તમને અનંત અને રાધિકાની લવ સ્ટોરી વિશે જણાવીશું.
મીડિયા અહેવાલ અનુસાર, અનંત અંબાણી અને રાધિકા માર્ચેન્ટ (Anant and Radhika) બાળપણના મિત્રો છે. જો કે, બંને અલગ અલગ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કર્યો હતો. બંનેએ ઘણા સમય પછી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. મીડિયા અહેવાલોની માનીએ તો અનંત અને રાધિકા બાળપણમાં ઘણો સમય એકબીજા સાથે વિતાવતા હતા. જણાવી દઈએ કે, રાધિકા મર્ચેન્ટ પણ જાણીતા બિઝનેસમેન વીરેન મર્ચેન્ટની (Viren Merchant) દીકરી છે. આથી અનંત અને રાધિકા એક જ પ્રકારના સોશિયલ સર્કલમાંથી આવે છે.
પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અનંત અંબાણી હાઈ સ્ટડી માટે આઈલેન્ડની બ્રાઉન યુનિવર્સિટી અને રાધિકા મર્ચેન્ટ ન્યૂયોર્ક યુનિવર્સિટી (New York University) ગઈ હતી. સૂત્રો મુજબ, રાધિકા અને અનંતના ડેટ અંગેના સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ હતી. આ તસવીરમાં રાધિકા અને અનંત (Anant and Radhika) મેચિંગ ઑલિવ ગ્રીન ગાઉન સાથે નજરે પડ્યા હતા. પરંતુ, ત્યારે પણ બંનેએ સત્તાવાર રીતે પોતાના સંબંધ અંગે સ્વીકાર કર્યો નહોતો.
ત્યાર પછી બંને એકબીજાને ડેટ કરતા હોવાની ખબરો વહેતી થઈ હતી. ચર્ચા ત્યારે વધુ વધી જ્યારે રાધિકા ઈશા અંબાણીના ( Isha Ambani) અને ત્યાર બાદ આકાશ અંબાણીના લગ્ન પ્રસંગ દરમિયાન દરેક ઇવેન્ટમાં જોવા મળી હતી. બીજી તરફ, ઇટાલીમાં ઇશા અંબાણીની સગાઈ દરમિયાન પણ રાધિકા મર્ચેન્ટ લાલ ડ્રેસમાં અનંત અંબાણી સાથે કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ત્યાર પછી આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના (Shloka Mehta) દીકરા પૃથ્વીના પહેલા બર્થ ડેની પાર્ટીમાં પણ રાધિકા ઘરના સભ્યો સાથે સ્પૉટ થઈ હતી. જાન્યુઆરી 2023 માં અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટે પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈ કરી હતી. આથી તમામ અટકળોને વિરામ મળ્યો હતો. બંનેની સગાઈ નાથદ્વારાના (Nathdwara) શ્રીનાથજી મંદિરમાં થઈ હતી. ત્યાર પછી એક ભવ્ય પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Anant Ambani : અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરિવારની અન્નસેવા