AIS for Taxpayer: આવકવેરા રિટર્ન ફાઈલ દરમિયાન આ એપ તમને અત્યંત ફાયદાકારક રહેશે
AIS for Taxpayer: 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2024-25 શરૂ થઈ ગયું છે. તેની સાથે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો તમે પણ ITR ફાઈલ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો આવકવેરા વિભાગની 'AIS for Taxpayer' એપ ઘણી મદદગાર સાબિત થઈ શકે છે.
- AIS એપ શું કરે છે?
- AIS એપનો હેતુ શું છે?
- આ એપ્લિકેશનની મર્યાદા શું છે?
AIS (વાર્ષિક માહિતી નિવેદન) એપ કરદાતાઓને દર વર્ષની ITR ફાઇલિંગની વિગતો આપે છે. આમાં, ITR ના ફોર્મ 26AS ની તમામ માહિતી વિગતવાર દેખાય છે. કરદાતાઓ એપ દ્વારા આવકવેરા વિભાગને Feedback પણ આપી શકે છે.
AIS એપનો હેતુ શું છે?
આવકવેરા વિભાગે (Income Tax) કરદાતાઓ પાસેથી ફીડબેક લેવા અને તેમને ITR ફાઇલિંગ સંબંધિત માહિતી આપવા માટે આ એપ બનાવી છે. અહીં કરદાતાને TDS, Share Transactions, Refund અને GST Data ની માહિતી મળે છે.
For the first time in recent times, CBDT has enabled taxpayers to file their Income Tax Returns (ITRs) for AY 2024-25 (relevant to FY 2023-24) on the first day of the new FY (1st April onwards)!
A giant step towards ease of compliance & seamless taxpayer services!
✅ITR-1,… pic.twitter.com/2O2EDnv0jp
— Income Tax India (@IncomeTaxIndia) April 4, 2024
આ એપ્લિકેશનની મર્યાદા શું છે?
AIS એપ દ્વારા આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરી શકાતું નથી. આ એપ આવકવેરા વિભાગ (Income Tax) દ્વારા મુખ્યત્વે કરદાતાને ITR ફાઇલિંગ સંબંધિત માહિતી આપવા માટે બનાવવામાં આવી છે. જો તમે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા સંબંધિત કોઈપણ માહિતી ઇચ્છતા હોવ તો તમે આ એપની મદદ લઈ શકો છો.
AIS એપનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ એપને Google Play Store અથવા એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રજિસ્ટર્ડ મેઈલ આઈડી વેરીફાઈ કરવાની રહેશે. પછી તમે Application ઉપયોગ કરી શકશો
આ પણ વાંચો: Loksabha Elections 2024: કોંગ્રેસને ફરી લાગશે મોટો ઝટકો, UP કોંગ્રેસ અધ્યક્ષ બીજેપીમાં જોડાઈ શકે છે
આ પણ વાંચો: Ashok Bhalavi: બેતુલ બેઠકના BSP ઉમેદવારનું આર્ટ એટેકથી થયું નિધન, પાર્ટીમાં શોકનો માહોલ
આ પણ વાંચો: Ram Mandir: 21 વર્ષ બાદ ખોલવામાં આવ્યા રામ મંદિરના દરવાજા, નક્સલવાદીઓએ કરાવ્યા હતા બંધ