બિહારના મુઝફ્ફરપુરમાં 33 બાળકોથી ભરેલી નાવ નદીમાં પલટી ગઇ , 17 બાળકો બચાવાયા, 16 લાપતા
બિહારના મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે.. શાળાના 33 બાળકોથી ભરેલી બોટ નદીમાં ડૂબી ગઈ છે. 33 બાળકો પૈકી 17 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 16 બાળકો હજુ લાપતા છે. આ અકસ્માત ગાયઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બેનિયાબાદ...
બિહારના મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે.. શાળાના 33 બાળકોથી ભરેલી બોટ નદીમાં ડૂબી ગઈ છે. 33 બાળકો પૈકી 17 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 16 બાળકો હજુ લાપતા છે.
આ અકસ્માત ગાયઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બેનિયાબાદ ઓપીમાં થયો હતો. બાળકો નાવમાં બેસીને શાળાએ જઇ રહ્યા હતા ત્યારે નદીમાં ભારે વહેણને કારણે આ દુર્ઘટના ઘટી. એસડીઆરએફની ટીમ ગાયઘાટ અને બેનિયાબાદ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સ્થળ પર હાજર ગ્રામજનોએ જણાવ્યું કે, દરરોજની જેમ ગુરુવારે પણ બાળકો બોટમાં બેસી શાળાએ જઈ રહ્યા હતા. બોટમાં 33બાળકો સવાર હતા. નદીનું વહેણ તેજ હોવાને કારણે બોટ સંતુલન ગુમાવીને પલટી ગઈ હતી. અકસ્માત બાદ બોટમાં સવાર બાળકોમાં ચીસાચીસ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
Advertisement