Bharuch: Chandipura virus થી 4 વર્ષના બાળકનુ સારવાર દરમિયાન મોત...
Bharuch: રાજય ભરમા ચાંદીપુરા વાયરસ (Chandipura virus)પોતાનો જીવલેણ વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામે પ્રથમ ચાર વર્ષ ના બાળકમા શંકાસ્પદ ચાંદીપુરા રોગનો કેસ સામે આવતા જીલ્લા ભરનુ આરોગ્ય તંત્ર હરકતમા આવી ગયુ. બાળક ને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામા આવ્યો હતો. જયા તેનો રિપોર્ટ નેગેટિવ આવતા નેત્રંગ આરોગ્ય વિભાગે એક્શનમાં આવ્યું છે.
ચાર વર્ષના બાળકના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું
નેત્રંગ મોવી રોડ ઉપર આવેલ ખરેઠા ગામે પણ ચાર વર્ષના બાળકમા શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણ દેખાદેતા તેને ગઇ કાલે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે થી વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવેલ જેને લઇને નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારી ડૉ એ.એન.સીંગ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ દુલેરા તેમજ આરોગ્ય વિભાગની ટીમે ખરેઠા ગામે પહોંચી જઇને તકેદારીના પગલા ભયાઁ હતા.ગામ મા દવાનો છંટકાવ સહિત સવેઁની કામગીરી હાથ ધરી હતી.ખરેઠા ગામના બાળકનુ ગોત્રી હોસ્પિટલ ખાતે આજે તા.26મીના રોજ બપોરના બે કલાકે સારવાર દરમિયાન તેનુ મોત નિપજયુ હોવાનુ નેત્રંગ આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડૉ એ.એન.સીંગે ટેલિફોનિક વાતચીત મા જણાવ્યુ હતુ.
નેત્રંગ તાલુકામા દવા છંટકાવની કામગીરી કરાઇ
નેત્રંગ તાલુકામા શંકાસ્પદ ચાંદીપુરા રોગથી એક બાળકનુ મોત થતા નેત્રંગ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમા મા બાપોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે જીલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક નેત્રંગ તાલુકામા તકેદારીના પગલા ભરે તેવુ ચચાઁઇ રહ્યુ છે.નેત્રંગ ખરેઠા ગામે નેત્રંગ આરોગ્ય વિભાગ ના અધિકારીની સીધી દેખરેખ હેઠળ ટીમ થકી સર્વે તેમજ દવા છંટકાવની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી હતી
અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ
આ પણ વાંચો -Gujarat Rain : ભારે વરસાદના કારણે લોકો પરેશાન,અત્યાર સુધી 14,552 લોકોનું કરાયું સ્થળાંતર
આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં ચાંદીપુરાનો કહેર, રાજકોટમાં એક 11 વર્ષીય બાળકીનું નીપજ્યું મોત
આ પણ વાંચો - VADODARA : ભણતર-નોકરી અંગે માતાએ ઠપકો આપતા પુત્રએ દવા ગટગટાવી