Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાદર-1 ડેમ 70 ટકા ભરાયો , પાણીની સપાટી 27 ફૂટે પહોંચી,22 ગામોને એલર્ટ કરાયા

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો ભાદર - 1 ડેમ નિર્ધારિત સપાટીએ 70 % ભરાયો છે . ભાદર ડેમ માં 27.45 ફૂટ પાણી ની સપાટી જોવા મળી છે 1142 ક્યુસેક પાણી ની આવક છે ત્યારે ભાદર ડેમના...
ભાદર 1 ડેમ 70 ટકા ભરાયો   પાણીની સપાટી 27 ફૂટે પહોંચી 22 ગામોને એલર્ટ કરાયા
Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો ભાદર - 1 ડેમ નિર્ધારિત સપાટીએ 70 % ભરાયો છે . ભાદર ડેમ માં 27.45 ફૂટ પાણી ની સપાટી જોવા મળી છે 1142 ક્યુસેક પાણી ની આવક છે ત્યારે ભાદર ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવી શકે છે તો ભાદર ડેમની નીચે આવતા 22 ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

ફ્લડ કંટ્રોલ માંથી 22 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા

ગોંડલ તાલુકાના લીલાખા,મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાંગારા, લુણાગરી, વાડસડા ગામ, જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા ગામ, ધોરાજી તાલુકાના વેગડી,ભૂખી અને ઉમરકોટ સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ દ્વારા સૂચના આપવામાં આવી હતી.

ભાદર ડેમ 34 ફૂટની ઉંચાઈ અને 29 દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા 6648 MCFTની છે.

Tags :
Advertisement

Trending News

.

×