Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છના માંડવીમાં આંગડિયા કર્મી પાસેથી 50 લાખના દાગીના ભરેલા થેલાની લૂંટ

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  માંડવીના બંદર રોડ પર શનિવારની રાત્રે 50 લાખ રૂપિયાથી વધુ કિંમતના ઘેરણાં સાથે આંગડિયા થેલાની લૂંટના બનાવના પગલે બંદરીય નગરની વેપારી આલમમાં ઉચાટ ફેલાયો છે. આ લૂંટની ઘટનાની સંવેદનશીલતાને ગંભીરતાપૂર્વક સમજીને મોડી રાત્રે ખુદ પોલીસ સ્ટેશને...
11:33 AM Aug 27, 2023 IST | Vishal Dave

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

માંડવીના બંદર રોડ પર શનિવારની રાત્રે 50 લાખ રૂપિયાથી વધુ કિંમતના ઘેરણાં સાથે આંગડિયા થેલાની લૂંટના બનાવના પગલે બંદરીય નગરની વેપારી આલમમાં ઉચાટ ફેલાયો છે. આ લૂંટની ઘટનાની સંવેદનશીલતાને ગંભીરતાપૂર્વક સમજીને મોડી રાત્રે ખુદ પોલીસ સ્ટેશને દોડી ગયેલા ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ પોલીસને સત્વરે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

શનિવારની મોડી રાત્રે માંડવીના બંદર રોડ પર આવેલા જૂની દેના બેંક બાજુના વિસ્તારમાં વેપારીઓના વિશ્વાસુ એવા હરેશ ખારવાના હાથમાંથી બે અજાણ્યા શખ્સો અડધા કરોડની કિંમતના દાગીના ભરેલો થેલો ઝૂંટવીને નાસી છૂટયા હતા. માંડવીની આખી સોના-ચાંદી બજારમાં કિંમતી જવેરાતની લેવડદેવડ માટેના વિશ્વાસુ એવા હરેશ ખારવા નિયમિત રીતે ભુજથી માંડવી વચ્ચે અપડાઉન કરીને દાગીના, રોકડ સહિત માલ-સામાન સંબંધિત વ્યક્તિ, પેઢીઓ સુધી સલામત રીતે પહોંચાડતા હોય છે. રાતના અંધારામાં અચાનક લૂંટનો ભોગ બનતાં ગભરાઈ ગયેલા હરેશભાઈએ તરત જ સ્વસ્થ થઈને સોના-ચાંદીના તેમજ અન્ય વેપારીઓને જાણ કરી હતી.

ઘટના સ્થળે ધસી જતાં પોલીસ કાફલાએ ગંભીર બનાવની સઘન છાનબીન હાથ ધરી હતી. તપાસના પ્રારંભિક દોરમાં બંદર રોડ વિસ્તારમાં આસપાસ લાગેલા સીસીટીવીના ફુટેજ ચકાસાયા હતા. એક ટ્રાન્સપોર્ટ કંપનીના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે પગેરું પકડવાની કવાયત આદરી છે.

Tags :
50 lakhsAngadia workerBagjewelryKutchlootedMandvi
Next Article