Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ayodhya Ram Mandir : એક લાખ કરોડનો બિઝનેસ થશે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને કારણે

Ayodhya Ram Mandir નિમિતે દેશભરમાં  ૩૦,૦૦૦થી વધુ કાર્યક્રમ યોજાયા છે. આ ઉપરાંત ‘શ્રીરામ’ લખેલા કુર્તાની જબરદસ્ત ડિમાન્ડ છે અને રામમંદિરની પ્રતિકૃતિનાં પાંચ કરોડ મૉડલ વેચાવાની શક્ય  ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ (Ayodhya Ram Mandir)થી ૧ લાખ કરોડ રૂપિયાનો...
ayodhya ram mandir   એક લાખ કરોડનો બિઝનેસ થશે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને કારણે
Advertisement

Ayodhya Ram Mandir નિમિતે દેશભરમાં  ૩૦,૦૦૦થી વધુ કાર્યક્રમ યોજાયા છે. આ ઉપરાંત ‘શ્રીરામ’ લખેલા કુર્તાની જબરદસ્ત ડિમાન્ડ છે અને રામમંદિરની પ્રતિકૃતિનાં પાંચ કરોડ મૉડલ વેચાવાની શક્ય

 ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ (Ayodhya Ram Mandir)થી ૧ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની શક્યતા છે. ધ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅઇટ)એ વિવિધ રાજ્યોનાં ૩૦ શહેરનાં ટ્રેડ અસોસિએશન તરફથી મળેલા ફીડબૅકના આધારે આ અંદાજ લગાવ્યો છે.કૅઇટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે ‘આ કાર્યક્રમ સાથે ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે અને સાથે એનાથી આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો છે. આ લોકોના વિશ્વાસનું પરિણામ છે કે દેશની ટ્રેડિશનલ ઇકૉનૉમિક સિસ્ટમ પર આધારિત ઘણા નવા બિઝનેસ ઊભા થયા છે.’

Advertisement

તેમણે જણાવ્યું કે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir) ને ધ્યાનમાં રાખીને દેશભરમાં વેપારી સંગઠનો દ્વારા આશરે ૩૦,૦૦૦ જેટલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સરઘસ, શ્રીરામ ચોકી, શ્રીરામ રૅલીઓ, શ્રીરામપદ યાત્રા, સ્કૂટર અને કાર-રૅલીઓ તેમ જ શ્રીરામસભાઓનો સમાવેશ છે. માર્કેટમાં શ્રીરામના ધ્વજ, બૅનર, કૅપ્સ, ટી-શર્ટ્‍સ અને રામમંદિરના ચિત્રવાળા પ્રિન્ટેડ કુર્તાની ઘણી ડિમાન્ડ જોવા મળી છે. એ ઉપરાંત રામમંદિરની પ્રતિકૃતિની માગ પણ વધી છે. દેશભરમાં મંદિરનાં પાંચ કરોડથી વધુ મૉડલ વેચાવાની શક્યતા છે, જેને માટે સ્મૉલ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ દિવસ-રાત કામ કરી રહ્યા છે.

Advertisement

દિલ્હીમાં આગામી અઠવાડિયામાં ૨૦૦થી વધુ મુખ્ય માર્કેટ અને સંખ્યાબંધ નાની માર્કેટ શ્રીરામના ધ્વજ અને ડેકોરેશનથી ચમકી ઊઠશે. એ ઉપરાંત અનેક જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવાના છે, જેમાં વૃંદાવન અને જયપુરના નૃત્યકારો અને ગાયકો ભાગ લેશે.

‘શબરી વિના રામકથા શક્ય નથી’

વડા પ્રધાને આદિવાસીઓના કલ્યાણ પર ભાર મૂક્યો

પીએમ-જનમન કાર્યક્રમ અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ લોકોના આશીર્વાદ છે જેના થકી તેમને રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં આમંત્રિત કરવામાં આવ્યા છે. ભગવાન રામ વિશે વિચારીએ ત્યારે માતા શબરીને યાદ કરવા સ્વાભાવિક છે અને કેન્દ્રની બીજેપી સરકાર આદિવાસી ભાઈઓ અને બહેનોના કલ્યાણ માટે સમર્પિત છે.

વડા પ્રધાને ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન’ (પીએમ-જનમન) હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓ માટે પહેલું ઇન્સ્ટૉલમેન્ટ જાહેર કર્યું હતું.

મોદીએ કહ્યું હતું કે ‘આ સમયે દેશમાં ઉત્સવનો માહોલ છે. એક તરફ ઉત્તરાયણ, મકરસંક્રાન્તિ, પોંગલ, બિહુ અને અયોધ્યામાં દિવાળીની ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ મારાં એક લાખ અત્યંત પછાત આદિવાસી ભાઈઓ અને બહેનો, જે મારા પરિવારના સભ્યો છે તેઓ તેમના ઘરે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આજે તેમના બૅન્ક-અકાઉન્ટમાં પાકું ઘર બનાવવા માટે પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે.’

વડા પ્રધાને ભગવાન શ્રીરામ અને માતા શબરીની વાર્તાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ‘આજે શાસનની કથા ગરીબો, વંચિતો અને આદિવાસી ભાઈ-બહેનોના કલ્યાણ વિના શક્ય નથી. અમે ગરીબોના કલ્યાણ માટે ૧૦ વર્ષમાં ૪ કરોડ મકાનો બનાવ્યાં છે. જેમની ક્યારેય કોઈએ કાળજી નહોતી લીધી, તેમની કાળજી આજે મોદી રાખે છે.’ પીએમ-જનમન ગયા વર્ષે ૧૫ નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે વિશેષ સંવેદનશીલ આદિવાસી જૂથોના સામાજિક-આર્થિક કલ્યાણ માટે લૉન્ચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Ground Zero Report : ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી રામ શરદ કોઠારી સ્મૃતિ સંઘની ઓફિસે… 

Tags :
Advertisement

.

×