બેરોજગાર યુવાનોને નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરનાર યુવકની ધરપકડ
અહેવાલઃ સબીર ભાભોર, દાહોદ
દાહોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર રંજનબેન રાજહંસના જમાઈ દિપેશ ઉર્ફે સોનું શર્માએ બે વર્ષ અગાઉ દાહોદના એક વ્યક્તિને પોતાની ઓળખાણ ઉચ્ચ અધિકારીઓ સાથે હોવાનું જણાવી નોકરીની લાલચ આપી હતી..અને સ્ટેટ બેન્કમાં નોકરી લગાવવા માટે 8 લાખ લીધા હતા પરંતુ તેમાં સેટ ન થતાં રેલ્વેમાં ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી લગાડવાની વાત કરી બીજા અઢી લાખ લીધા હતા તેવી જ રીતે અન્ય બે વ્યક્તિ ઑ પાસેથી પણ આઠ આઠ લાખ લઈ ગાયબ થી ગયો હતો જેને પગલે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકે બે વર્ષ અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી.
બે વર્ષ થી ફરાર દિપેશ ને પોલીસે ખાનગી બાતમીદારો આને ટેકનિકલ સોર્સ ની મદદ થી વડોદરા ખાતે થી ઝડપી પાડ્યો હતો અને કોર્ટ માં રજૂ કરાતા કોર્ટ દ્રારા ચાર દિવસ ના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા હાલ પોલીસે ઠગાઇ ની ગેંગ માં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશા માં તપાસ હાથ ધરી છે આ પ્રકાર ના હજુ વધુ ઠગાઇ ના કિસ્સા પણ બહાર આવે તેવી શક્યતા ઓ સેવાઇ રહી છે અને પોલીસે પણ જાહેર જનતા જોગ અપીલ કરી છે કે આ વ્યક્તિ એ અન્ય કોઈ ઇસમો પાસે થી નાણાં પડાવ્યા હોય તો પોલીસ નો સંપર્ક સાધવા અપીલ કરાઇ છે