Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

12-18 વર્ષના બાળકો માટે બાયોલોજિકલ ઇની કોર્બોવેક્સ રસીને DCGIની મંજૂરી

કોરોના સામેની લડાઇમાં હવે ભારતને વધુ એક હથિયાર મળ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ 12-18 વર્ષના બાળકો માટે બાયોલોજિકલ ઇ (Biological E) કંપનીની કોરોના વેક્સિન કોર્બોવેક્સ (Corbevax) રસીને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. જેની સાથે દેશને કિશોરો માટેની બીજી કોરોના વેક્સિન મળી છે. આ પહેલા ભારત બાયોટેકની કોવેક્સિનને 15થી 18 વર્ષના બાળકોને આપવા માટેની મંજૂરી અપાઇ હતી. જો કે કોર્બોવેક્સ 12થી 18 વર્ષàª
02:09 PM Feb 21, 2022 IST | Vipul Pandya
કોરોના સામેની લડાઇમાં હવે ભારતને વધુ એક હથિયાર મળ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ 12-18 વર્ષના બાળકો માટે બાયોલોજિકલ ઇ (Biological E) કંપનીની કોરોના વેક્સિન કોર્બોવેક્સ (Corbevax) રસીને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. જેની સાથે દેશને કિશોરો માટેની બીજી કોરોના વેક્સિન મળી છે. આ પહેલા ભારત બાયોટેકની કોવેક્સિનને 15થી 18 વર્ષના બાળકોને આપવા માટેની મંજૂરી અપાઇ હતી. જો કે કોર્બોવેક્સ 12થી 18 વર્ષના બાળકોને આપવામાં આવશે. 

ઇમરજન્સી  ઉપયોગ માટેની મંજૂરી
દુનિયાની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીઓમાંની એક એવી Biological E દ્વારા આ વાતની જાણાકારી આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું કે ભારતના 12થી 18 વર્ષના બાળકો માટે Corbevax રસીને ભારતના ડ્રગ રેગ્યુલેટર તરફથી ઇમરજન્સી  ઉપયોગ માટેની મંજૂરી મળી ગઇ છે. કોર્બોવેક્સ રસી ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રીસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન (RBD) પ્રોટીન સબ-યુનિટ રસી છે.

કોરોના સામેની લડાઇને વેગ મળશે
બાયોલોજિકલ ઇ કંપનીના એમડી મહિમા ડાટલાએ આ વિશે જણાવ્યું કે, અમને જણાવતા આનંદ થાય છે કે અમારી કોરોના રસીની પહોંચ હવે દેશના 12થી 18 વર્ષના આયુવર્ગ સુધી થઇ ગઇ છે. અમને વિશ્વાસ છે કે આની મંજૂરી સાથે જ અમે કોરોના સામેની અમારી વૈશ્વિક લડતનો અંત ઝડપથી લાવી શકીશું. રસીના બધા ડોઝ લીધા હશે તે બાળકો કોઇ પણ ચિંતા વગર શાળા અને કોલેજમાં જઇ શકશે અને તેમની નિયમિત પ્રવૃતિઓ ચાલુ રાખી શકશે.

28 દિવસમાં બે ડોઝ
Corbevax રસી સ્નાયુ દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવશે અને 28 દિવસની અંદર તેના બે ડોઝ લેવા પડશે. આ રસીનો સંગ્રહ બે થી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે છે. કંપનીની યોજના દર મહિને 7.5 કરોડ ડોઝ બનાવવાની છે. કંપનીનું કહેવું છે કે ફેબ્રુઆરી 2022થી તે દર મહિને 100 મિલિયનથી વધુ રસીના ડોઝનું ઉત્પાદન કરશે.
Tags :
12-18yearsBiologicalEchildrenCorbovexCoronaCoronaVaccineDCGIGujaratFirstIndiavaccine
Next Article