Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન પહોંચી અલવરની અંજુ, બે બાળકોની માતાને ફેસબુક પર થઇ ગયો હતો પ્રેમ

રાજસ્થાનના અલવરમાં પણ હવે સીમા હૈદર અને સચિન મીણા જેવી ઓનલાઈન પ્રેમ ખાતર બે દેશોની સીમાઓ ઓળંગતી લવસ્ટોરી સામે આવી છે. અહીં એક પરિણીત ભારતીય મહિલા તેના પ્રેમીને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી છે. બે બાળકોની માતા અંજુની ઉંમર 34...
પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન પહોંચી અલવરની અંજુ   બે બાળકોની માતાને ફેસબુક પર થઇ ગયો હતો  પ્રેમ

રાજસ્થાનના અલવરમાં પણ હવે સીમા હૈદર અને સચિન મીણા જેવી ઓનલાઈન પ્રેમ ખાતર બે દેશોની સીમાઓ ઓળંગતી લવસ્ટોરી સામે આવી છે. અહીં એક પરિણીત ભારતીય મહિલા તેના પ્રેમીને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી છે. બે બાળકોની માતા અંજુની ઉંમર 34 વર્ષની છે.. તેની ફેસબુક પર 29 વર્ષીય પાકિસ્તાની યુવક નસરુલ્લા સાથે મિત્રતા થઇ હતી અને પછી તેની સાથે પ્રેમ થયો હતો..જે રીતે પાકિસ્તાનથી સીમા હૈદર પોતાના પ્રેમીનો પ્રેમ મેળવવા 4 બાળકો સાથે ભારતમાં રહેવા આવી હતી, તેવી જ રીતે અલવરના ભીવાડી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતી અંજુ પણ તેના પ્રેમી સાથે રહેવા પાકિસ્તાન પહોંચી ગઈ છે. જો કે, અંજુ તેના બંને બાળકોને ભારતમાં મુકીને ગઈ છે.

Advertisement

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા પાકિસ્તાનના નસરુલ્લા નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને પાકિસ્તાની યુવકના પ્રેમમાં પાગલ અંજુ પોતાના બે બાળકો અને પતિને છોડીને લાહોર પહોંચી ગઈ. અંજુએ તેના પતિ અરવિંદને ફોન કર્યો કે તે લાહોરમાં છે અને તેની બહેનપણીને મળવા આવી છે. તે ત્રણ-ચાર દિવસમાં ભારત પરત આવશે, પરંતુ ભારતીય મહિલા અંજુ પાકિસ્તાન પહોંચી ગયાના સમાચાર પાકિસ્તાની મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ ભીવાડીમાં પણ હોબાળો મચી ગયો હતો. આખરે, બે બાળકોની માતા શા માટે અને કેવી રીતે પોતાના પતિ અને બાળકોને છોડીને પાકિસ્તાન પહોંચી, આ વાત બધાને ચોંકાવી રહી છે.

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ખારપુરા ગામની રહેવાસી અરવિંદની પત્ની અંજુ 3 દિવસ પહેલા લાહોર પહોંચી હતી. રવિવારે જ્યારે તેણે તેના બાળકો સાથે વીડિયો કોલ પર વાત કરી અને જણાવ્યું કે તેની બહેનપણીને મળવા લાહોર પહોંચી છે ત્યારે તેના પતિ અને પરિવારના સભ્યોને તેની જાણ થઈ. આ એક ખ્રિસ્તી પરિવાર છે જે લગભગ બે વર્ષથી ભીવાડીના ટપુકારાની ટેરા ઇઝીલેસ સોસાયટીમાં રહે છે.

Advertisement

અરવિંદ 2005થી ભિવડીમાં કામ કરે છે અને તેના લગ્ન 2007માં મધ્યપ્રદેશના ગુના જિલ્લાની રહેવાસી અંજુ સાથે થયા હતા. અંજુ પણ ભીવાડીના ટપુકડામાં એક કંપનીમાં કામ કરે છે. જ્યારે અંજુને પૂછવામાં આવ્યું કે તે પાકિસ્તાનમાં નસરુલ્લાહ નામના વ્યક્તિને મળવા ગઈ હતી તો તેણે કહ્યું કે મારી પાસે આ સંબંધમાં કોઈ માહિતી નથી. તેણે એ વાતનો પણ ઇનકાર કર્યો કે તે PUBG રમે છે. અંજુને તેના જૂના સરનામાના આધારે પાસપોર્ટ પહેલેથી જ મળી ગયો હતો.અંજુના પતિને તેણીના લાહોર જવાની ભનક પણ મળી ન હતી અને ન તો તેણે ક્યારેય ઘરે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે આ પહેલા તે ક્યારેય ઘરની બહાર ગઈ નહોતી. અરવિંદે કહ્યું કે મને આશા છે કે તે જલ્દી પરત આવશે કારણ કે તેણે કહ્યું છે કે તે ત્રણ-ચાર દિવસમાં ભારત આવશે. અંજુ અને અરવિંદને 15 વર્ષની પુત્રી અને 5 વર્ષનો પુત્ર છે.

સૌથી મોટી વાત એ છે કે અંજુએ પાકિસ્તાન જવા માટે એક નવું સિમ કાર્ડ ખરીદ્યું હતું, જેનો નંબર તેણે તેના પતિને પણ આપ્યો ન હતો. આ માહિતી બાદ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
Advertisement

.