Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

Ahmedabad: અમદાવાદ (Ahmedabad)શહેર પોલીસે હથિયારની (Weapons) હેરાફેરીનો પર્દાફાશ કરીને 2 આરોપીની ધરપકડ કરી.. મધ્યપ્રદેશથી હથિયાર લઈને રાજસ્થાન વેચાણ કરતા હતા.રાજેસ્થાનના કુખ્યાત ગુનેગારોએ હથિયાર મંગાવ્યા હોવાનો થયો ખુલાસો રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.. કોણ છે આરોપી.. અને કેવી...
ahmedabad  હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ  2 આરોપીની ધરપકડ

Ahmedabad: અમદાવાદ (Ahmedabad)શહેર પોલીસે હથિયારની (Weapons) હેરાફેરીનો પર્દાફાશ કરીને 2 આરોપીની ધરપકડ કરી.. મધ્યપ્રદેશથી હથિયાર લઈને રાજસ્થાન વેચાણ કરતા હતા.રાજેસ્થાનના કુખ્યાત ગુનેગારોએ હથિયાર મંગાવ્યા હોવાનો થયો ખુલાસો રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.. કોણ છે આરોપી.. અને કેવી રીતે ચાલતું હતું હથિયારનું નેટવર્ક.. જોઈએ આ અહેવાલ..

Advertisement

રામોલ પોલીસને બાતમી મળી હતી

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી પ્રયાગસિંગ જોધા અને અંસુમાન સિંગ દેવડા પાસેથી 3 પીસ્ટલ અને 10 જીવતા કાર્ટુસ સાથે ધરપકડ કરવામાં આવી છે.. રામોલ પોલીસને બાતમી મળી હતી કે CTM એક્સપ્રેસ હાઇવે પર હથિયારોની હેરાફેરી થઈ રહી છે.. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે આ બંન્ને આરોપીઓ CTM પોઇન્ટ પર ઉભા હતા.. પોલીસે શકાસ્પદ બંન્ને આરોપીની તપાસ કરતા તેમની બેગમાંથી હથિયારો મળી આવ્યા હતા.. જેથી રામોલ પોલીસે આમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી છે..

Advertisement

હથિયારો ખરીદીને રાજસ્થાનમાં ઊંચા ભાવમાં વેચાણ કરે છે

પોલીસ તપાસ માં સામે આવ્યું કે પકડાયેલા આરોપીમાં પ્રયાગરાજસિંગ જોધા મુખ્ય સૂત્રધાર છે.. જે હથિયારો હેરાફેરી કરે છે.. મધ્યપ્રદેશ થી સસ્તી કિંમત માં હથિયારો ખરીદીને રાજસ્થાનમાં ઊંચા ભાવમાં વેચાણ કરે છે.. જ્યારે અન્ય આરોપી અંશુમાન સિંગ બસમાં મળ્યો હતો.. જે બાદ મિત્રતા થતા તેને હથિયારોની હેરાફેરી કરવામાં મદદગારી કરી હોવાથી પોલીસે ધરપકડ કરી છે.. પોલીસ પૂછપરછ માં આરોપી પ્રયાગ સિંગ મધ્યપ્રદેશથી વસંત સિંગ નામના આરોપી પાસેથી રૂ 15 હજારમાં એક પીસ્ટલ ખરીદીને લાવ્યો હતો.. અને રાજસ્થાનમાં 25 હજારમાં વેચાણ કરવાનો હતો.. આ હથિયાર રાજસ્થાનના કુખ્યાત વોન્ટેડ આરોપી અશોક બીશ્નોઈ અને ભવાની ચૌધરી ને આપવાનો હતો.. જેમાં બે હથિયાર ખરીદવા અશોક બીશ્નોઈએ રૂ 40 હજાર ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને પ્રયાગને મોકલ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

Advertisement

પોલીસે બે આરોપીની ધરપકડ કરી

પકડાયેલ આરોપી પ્રયાગસિંગ જોધા વિરુદ્ધ રાજસ્થાનના ફલસૂન પોલીસ સ્ટેશનમ, શહેરગઢ પોલીસ સ્ટેશન અને ઓસીયા પોલીસ સ્ટેશનમાં આમ્સ એક્ટ હેઠળ 3 ગુના નોંધાયા છે. એટલું જ નહીં સુરતમાં ચોરીનો ગુનો પણ નોંધાયો છે.. આ આરોપી પ્રયાગ સિંગએ કેટલી વખત હથિયારની હેરાફેરી કરી છે..અને કોને કોને હથિયારનું વેચાણ કર્યું છે જે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરાઇ છે..

અહેવાલ  -પ્રદીપ કચિયા-અમદાવાદ

આ પણ  વાંચો  -Anjar: નાની નાગલપરના પ્રગતિશીલ ખેડૂત, ગુલાબી જામફળની પ્રાકૃતિક ખેતી કરીને મેળવ્યું મબલખ ઉત્પાદન

આ પણ  વાંચો  -VADODARA : નારાયણ વિદ્યાલયની બાલ્કનીનો ભાગ ધરાશાયી, એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

આ પણ  વાંચો -VADODARA : શંકાશીલ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ

Tags :
Advertisement

.