Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Airport : ટેક્સી ડ્રાઇવર-સિક્યોરિટી ગાર્ડ વચ્ચે જોરદાર મારામારી! ઘટના CCTV માં કેદ

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad International Airport) પર ફરી એકવાર મારામારીની ઘટના બની છે. એરપોર્ટ સિક્યોરિટી સ્ટાફ (Airport Security Staff) અને ટેક્સીચાલકો વચ્ચે જોરદાર મારામારી થઈ હોવાનાં દ્રશ્યો એરપોર્ટ બિલ્ડિંગમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, ટેક્સી ડ્રાઇવર...
ahmedabad airport   ટેક્સી ડ્રાઇવર સિક્યોરિટી ગાર્ડ વચ્ચે જોરદાર મારામારી  ઘટના cctv માં કેદ

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad International Airport) પર ફરી એકવાર મારામારીની ઘટના બની છે. એરપોર્ટ સિક્યોરિટી સ્ટાફ (Airport Security Staff) અને ટેક્સીચાલકો વચ્ચે જોરદાર મારામારી થઈ હોવાનાં દ્રશ્યો એરપોર્ટ બિલ્ડિંગમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, ટેક્સી ડ્રાઇવર બિનઅધિકૃત જગ્યાં પર જઈને મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

કોઈ બાબતે વિવાદ થતાં મારામારી થઈ

એરપોર્ટ સિક્યોરિટી સ્ટાફ અને ટેક્સીચાલકો વચ્ચે મારામારી

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મારામારીની અનેક ઘટનાઓ અગાઉ આપણી સમક્ષ આવી ચૂકી છે. ત્યારે ફરી એકવાર મારમારીની ઘટના એરપોર્ટ (Ahmedabad Airport) પર બની છે. પ્રાથમિક માહિતી મુજબ, એરપોર્ટ સિક્યોરિટી સ્ટાફ અને ટેક્સીચાલકો (Taxi Drivers) વચ્ચે મારામારી થતાં લોકોનું ટોળું ભેગું થયું હતું. અન્ય સિક્યોરિટી ગાર્ડ અને લોકોએ વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો. જો કે, ટેક્સીચાલકો અને સિક્યોરિટી સ્ટાફ વચ્ચેની મારામારીની આ ઘટના બિલ્ડિંગમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. માહિતી મુજબ, એરપોર્ટ પોલીસે (Airport Police) આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી.

પેસેન્જરોને લેવા ડ્રાઇવરો અંદર આવી જતાં હોવાનો આરોપ

જણાવી દઈએ કે, આ પહેલા પણ એરપોર્ટ સ્ટાફ અને પેસેન્જર વચ્ચે બોલાચાલી અને મારામારીની ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. જો કે, આજની ઘટનામાં આરોપ છે કે એરપોર્ટ પર પેસેન્જરને લેવા માટે ઘણી વખત ટેક્સી ડ્રાઇવરો સીધા અંદર આવી જતાં હોય છે. જો કે, સિક્યોરિટી ગાર્ડ દ્વારા તેમને રોકવામાં આવતા તેઓ બોલાચાલી કરીને ઝઘડો કરે છે.

Advertisement

આ પણ વાંચો - NEET UG Exam Result : ગુજરાતનાં અનેક સેન્ટરનાં પરિણામ ચોંકાવનારાં! 85% વિદ્યાર્થીઓને કટઓફથી વધુ માર્ક્સ

આ પણ વાંચો - Gandhinagar : સિનિયર IAS ઓફિસરની પત્નીએ ઝેરી દવા ગટગટાવી

આ પણ વાંચો - Gandhinagar : મંત્રી રૂપિયા લઈને આપતા સરકારી નોકરી ? PA સામે ઠાકોર સમાજનાં ગંભીર આક્ષેપ

Tags :
Advertisement

.