Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં 715 દિવસ બાદ કોરોનાના 1 હજારથી ઓછા કેસ નોંધાયા

ભારતના પડોસી દેશ ચીનમાં કોરોનાના વધતા કેસના કારણે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. અહીં આજે લાખો લોકો પોતાના ઘરોમાં જ કેદ થઇ ગયા છે. ત્યારે તેનાથી વિપરીત પરિસ્થિતિ ભારતમાં જોવા મળી રહી છે. અહીં કોરાનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. લગભગ 715 દિવસ બાદ ભારતમાં 1 હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગના આંકડા પર નજર કરીએ તો, આજે દૈનિક કોરોનાના કેસ 1 હજારથી પણ ઓછા
04:17 AM Apr 04, 2022 IST | Vipul Pandya

ભારતના પડોસી દેશ ચીનમાં કોરોનાના વધતા કેસના કારણે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. અહીં આજે લાખો લોકો પોતાના ઘરોમાં જ કેદ થઇ ગયા છે. ત્યારે તેનાથી વિપરીત પરિસ્થિતિ ભારતમાં જોવા મળી રહી છે. અહીં કોરાનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. લગભગ 715 દિવસ બાદ ભારતમાં 1 હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. 
કેન્દ્રીય આરોગ્ય વિભાગના આંકડા પર નજર કરીએ તો, આજે દૈનિક કોરોનાના કેસ 1 હજારથી પણ ઓછા નોંધાયા છે. જે એક સારા સંકેત છે. દેશમાં આજે કોરોનાના માત્ર 913 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,316 દર્દીઓ ઠીક થયા છે. આ સાથે જ કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 4,24,95,089એ પહોંચી ગઇ છે. વળી આ દરમિયાન 13 લોકોના મોત પણ થયા છે. આ ઉપરાંત આજે 714 દિવસ બાદ ઓક્ટિવ કેસની સંખ્યા 13 હજારથી ઓછી થઇ છે. તાજેતરમાં કોરોનાના એક્ટિવ કેસ 12,597 છે, જ્યારે કુલ મોતનો આંકડો 5,21,358એ પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટની વાત કરીએ તો તે 0.29% છે. 

મહત્વનું છે કે, દેશમાં સતત કોરોનાના કેસ ઘટી રહ્યા છે તેની પાછળ વેક્સિન છે. જીહા, કોરોનાની વેક્સિન અત્યાર સુધીમાં 1,84,70,83,279 લોકોને આપવામાં આવી છે. જે દર્શાવે છે કે લોકોએ આ મહામારીથી લડવામાં સરકારનો કેટલો સાથ આપ્યો છે. 

Tags :
CoronaCasescoronapositiveCoronaVirusCovid19DeathGujaratFirstHospitalNewcasespatientvaccine
Next Article