Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઇ ગઢભવાની કલ્ચરલ ગ્રુપનો અનોખો પ્રયોગ, ગરબા ગ્રાઉન્ડમાં બનાવાયા PM, CM સહિતના લોકપ્રિય નેતાઓના સેલ્ફી બોક્સ

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ  આવતીકાલથી ગુજરાતમાં નવલા નોરતાની શરૂઆત થવાની છે તેવામાં ગરબા આયોજકો દ્વારા પ્રેક્ષકો તેમજ ખેલૈયાઓને આકર્ષવા માટે અવનવા ડેકોરેશન કરવામાં આવતા હોય છે તેવામાં વડોદરાના ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર માતાજીના ગરબામાં સામાન્ય માણસ પોતાના મનપસંદ તેમજ...
ડભોઇ ગઢભવાની કલ્ચરલ ગ્રુપનો અનોખો પ્રયોગ  ગરબા ગ્રાઉન્ડમાં બનાવાયા pm  cm સહિતના લોકપ્રિય નેતાઓના સેલ્ફી બોક્સ

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ 

Advertisement

આવતીકાલથી ગુજરાતમાં નવલા નોરતાની શરૂઆત થવાની છે તેવામાં ગરબા આયોજકો દ્વારા પ્રેક્ષકો તેમજ ખેલૈયાઓને આકર્ષવા માટે અવનવા ડેકોરેશન કરવામાં આવતા હોય છે તેવામાં વડોદરાના ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર માતાજીના ગરબામાં સામાન્ય માણસ પોતાના મનપસંદ તેમજ આદર્શ વ્યક્તિ સાથે સેલ્ફી પાડી શકે તે માટે એક સેલ્ફી બોક્સ ઊભું કરવામાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાનું સેલ્ફી બોક્સ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય માણસો સેલ્ફી આ બોક્સમાં ઊભા રહીને પાડી શકે તે બાબતનું ધ્યાન આપવામાં આવ્યું છે.

Advertisement

એટલું જ નહીં ગુજરાતમાં હિન્દુત્વના મુદ્દા ઉપર ગરબા રમાય તે માટે તાજેતરમાં જ ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા ડભોઇ એપીએમસી ગરબા ગ્રાઉન્ડમાં તિલક કરીને જ ગરબા માં લોકો આવી શકશે તેવી પ્રણાલી બહાર પાડવામાં આવી હતી.  જેથી આવતીકાલથી શરૂ થનાર ગરબામાં ડભોઇ શહેર અને ડભોઇ તાલુકાના ખેલૈયાઓ લોકો એક સાથે ગરબા રમી શકે તે માટે ગ્રાઉન્ડ તમામ તૈયારીઓથી જ બનાવવામાં આવ્યું છે .

Advertisement

હાર્ટ એટેકના બનાવ દિવસ અને દિવસે વધતા જાય છે ત્યારે ગરબા આયોજક દ્વારા ગરબા ગ્રાઉન્ડ ઉપર બે એમ્બ્યુલન્સ તેમજ પાંચ ડોક્ટરની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેનું પણ ગરબા આયોજ દ્વારા ખેલૈયાઓનો ખાસ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે

Tags :
Advertisement

.