Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિરમગામ તાલુકાના દસલાણા ગામેથી ઝડપાયું જુગારધામ

અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ  અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર જુગાર રમતા લોકો પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવતી હોય છે. હ્યુમન સોર્સીસ અને બાતમીના આધારે રેડ કરવામાં આવતી હોય છે અને તેમની અટકાયત કરીને જુગાર ધારા અધિનિયમ મુજબ તેમની...
વિરમગામ તાલુકાના દસલાણા ગામેથી ઝડપાયું જુગારધામ

અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ 

Advertisement

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર જુગાર રમતા લોકો પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવતી હોય છે. હ્યુમન સોર્સીસ અને બાતમીના આધારે રેડ કરવામાં આવતી હોય છે અને તેમની અટકાયત કરીને જુગાર ધારા અધિનિયમ મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે બાતમીના આધારે વિરમગામ તાલુકામાં આવેલા દસલાણા ગામે જુગારધામ ઝડપી પાડ્યું..LCB દ્વારા રેડ કરીને 4 લોકોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા.ઝડપાયેલા લોકો પાસેથી કુલ 17 હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કરાયો હતો.. પોલીસે રામસિંગ બચુજી ઠાકોર, રણજીત રઘુજી ઠાકોર, સવજી નટુજી ઠાકોર અને અજમલજી જસેજી ઠાકોર નામના શખ્સોની ધરપકડ કરી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં રેન્જ આઇજી પ્રેમવીર સિંહ અને અમદાવાદ ગ્રામ્યના SP અમિત વસાવા દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃતિઓ ના ચાલે તેને લઈને કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા. જેને લઈને અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા અવાર-નવાર રેડ કરવામાં આવતી હોય છે જેમાં જુગારધામ અને દારૂના અડ્ડા પર રેડ કરીને મુદ્દા માલ કબજે કરીને કાયદેસરની કાર્યહિ કરવામાં આવતી હોય છે. LCBના PI આર. એન. કરમટીયા અને તેમની ટીમ દ્વારા અમદાવાદ જિલ્લમાં અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

Advertisement
Tags :
Advertisement

.