Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

19 વર્ષીય પરિણિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, પિયરિયાઓએ સાસરીપક્ષના લોકો પર મુક્યો આરોપ

અહેવાલઃ શબીર ભાભોર, દાહોદ દાહોદ જિલ્લાના ધાનપુરમાં આવેલા કાટુ ગામે પરિણિતાની આત્મહત્યાનો કિસ્સો આવ્યો છે.  19 વર્ષીય શર્માબેન મોહનીયાનો રમત ગમત ક્ષેત્રે પણ સારો દેખાવ હતો સ્પોર્ટ્સ માં રસ હોવાને કારણે અનેક રમત ગમત ની સ્પર્ધા માં પણ ભાગ લીધો...
19 વર્ષીય પરિણિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું  પિયરિયાઓએ સાસરીપક્ષના લોકો પર મુક્યો આરોપ
Advertisement

અહેવાલઃ શબીર ભાભોર, દાહોદ

દાહોદ જિલ્લાના ધાનપુરમાં આવેલા કાટુ ગામે પરિણિતાની આત્મહત્યાનો કિસ્સો આવ્યો છે.  19 વર્ષીય શર્માબેન મોહનીયાનો રમત ગમત ક્ષેત્રે પણ સારો દેખાવ હતો સ્પોર્ટ્સ માં રસ હોવાને કારણે અનેક રમત ગમત ની સ્પર્ધા માં પણ ભાગ લીધો હતો અને ભણવામાં પણ હોશિયાર શર્માબેન ને આગળ ભણી ને કઈક બનવાનું સ્વપ્ન લઈ 12 મુ ધોરણ પાસ કરી કોલેજ માં પ્રવેશ મેળવ્યો અને તે સમયે લગ્ન નું માંગુ આવતા શર્મા બેન એ ભણવાનું કારણ બતાવી લગ્ન માટે ના પડી હતી પરંતુ છોકરા પક્ષ વાળા એ લગ્ન પછી પણ ભણાવીશું એમ કરી ને બધાને વિશ્વાસ માં લઈ લગ્ન માટે તૈયાર કરી ગરબાડા તાલુકાનાં કાટૂ ગામે અલ્કેશ ભૂરીયા સાથે ગત માર્ચ માં લગ્ન થયા હતા હતા .

Advertisement

Advertisement

 લગ્ન બાદ સસરા સહિત સાસરી પક્ષ ના લોકો એ આગળ ના અભ્યાસ ની ના પાડી ઘરકામ અને પોતાના ખેતર નું કામ કરવાનું જણાવતા શર્માબેન ને લાગી આવ્યું હતું અને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગતાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી બનાવ ની જાણ પિયર પક્ષ માં થતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું અને પરિવારજનો દોડી આવ્યા હતા. પરિણીતા ના પિયરપક્ષ ના લોકો એ સાસરિયાં ઑ ઉપર આક્ષેપ કરી કાયદેસર ની કાર્યવાહી ની માંગ કરી હતી બનાવ ને પગલે જેસાવાડા પોલીસે ગુનો નોધી મૃતદેહ ને પોસ્ટમોર્ટ્મ અર્થે મોકલી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

Tags :
Advertisement

.

×