Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહુડી જૈન તીર્થમાંથી ટ્રસ્ટીઓ 130 કિલો સોનું ખાઇ ગયાનો આક્ષેપ, 1000000000 કરોડનું મસમોટુ કૌભાંડ

ગાંધીનગર : પ્રાચીન યાત્રાધામ મહુડી પોતાની અનોખી પરંપરાના કારણે પ્રખ્યાત છે. આ મંદિરનું મહાત્મય છે કે, અહીંનો ખ્યાતનામ પ્રસાદ મહુડીની સુખડીને લોકો ખુબ જ પસંદ કરે છે. પરંતુ આ સુખડી મંદિર પરિસરની બહાર લઇ જઇ શકાતી નથી. પ્રાચીન યાત્રાધામની સુખડી...
મહુડી જૈન તીર્થમાંથી ટ્રસ્ટીઓ 130 કિલો સોનું ખાઇ ગયાનો આક્ષેપ  1000000000 કરોડનું મસમોટુ કૌભાંડ
Advertisement

ગાંધીનગર : પ્રાચીન યાત્રાધામ મહુડી પોતાની અનોખી પરંપરાના કારણે પ્રખ્યાત છે. આ મંદિરનું મહાત્મય છે કે, અહીંનો ખ્યાતનામ પ્રસાદ મહુડીની સુખડીને લોકો ખુબ જ પસંદ કરે છે. પરંતુ આ સુખડી મંદિર પરિસરની બહાર લઇ જઇ શકાતી નથી. પ્રાચીન યાત્રાધામની સુખડી ભલે બહાર ન લઇ જઇ શકાતી હોય પરંતુ અહીંનું સોનું જરૂર લઇ જઇ શકાતું હશે તેવું લાગી રહ્યું છે. ટ્રસ્ટીઓએ મંદિરના 130 કિલો સોનું ગુમ કરી દીધું હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી દાખલ થઇ છે. કાર્યકારી ટ્રસ્ટી અને તેમના મળતીયાઓએ 130 કિલો સોનું ચોરી કર્યા હોવાનો ચકચારી આક્ષેપ થયો છે.

Advertisement

ગુજરાતનું ખ્યાતનામ સંસ્થા હિસાબોના કારણે વિવાદમાં

ગાંધીનગરનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ એવા મહુડી જૈન તીર્થ વિવાદોમાં આવ્યું છે. મંદિરમાંથી 130 કિલો સોનાની ચોરી થઇ ગઇ છે અને તેવા આક્ષેપ સાથે મંદિરના ટ્રસ્ટીઓ પર જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અંગેની જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં થતા ચકચાર મચી ગઇ છે. હાલ તો સમગ્ર મામલો ખુબ જ વિવાદિત અને સનસનીખેદ બન્યો છે. સેંકડોવર્ષો પુરાણા આ મંદિર જૈનો અને હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન છે. અહીં દેશ વિદેશના રોજિંદા લાખો લોકો દર્શન માટે આવતા હોય છે. જો કે હવે આ મંદિર પોતાના મહાત્મયના કારણે નહીં પરંતુ અલગ જ કારણથી વિવાદમાં આવ્યું છે.

Advertisement

મંદિરના ટ્રસ્ટીઓ પર 130 કિલો સોનુ ગાયબ કર્યાનો આક્ષેપ

મંદિરના ટ્રસ્ટીઓ પર 130 કિલો સોનું ગાયબ કર્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. ન માત્ર આક્ષેપ પરંતુ હવે આ અંગેની અરજી પણ ગુજરાત હાઇકોર્ટમાં થઇ છે. અરજદારે દાવો કર્યો કે, કાર્યકારી ટ્રસ્ટીઓ દ્વારા વર્ષ 2012 થી માંડીને અત્યાર સુધીમાં 130 કિલો સોનું ગુમ કરવામાં આવ્યું છે. જેના કારણે હાઇકોર્ટ દ્વારા 2012 થી અત્યાર સુધીના મંદિરના ટ્રસ્ટના તમામ હિસાબોનું ઓડિટ કરાવવા માટેની માંગ પણ કરવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા સરકારની દેખરેખમાં એક કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

Advertisement

નોટબંધી દરમિયાન પણ કરોડોના બેનામી વ્યવહાર થયા

અરજદારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, નોટબંધી દરમિયાન ટ્રસ્ટીઓએ 20 ટકા કમિશન રાખીને કરોડો રૂપિયાની નોટો લોકોને બદલી અપાઇ હતી. આ કમિશનના પૈસા ટ્રસ્ટીઓ ઉચાપત કરી ગયા હતા. આદર્શ બેંકના કૌભાંડી મુકેશ મોદીના પૈસાથી 52 કિલો સોનું ખરીદાયું હતું તે પણ આ ટ્રસ્ટીઓ ઉચાપત કરી ગયા છે. આ ઉપરાંત બીજુ 65 કિલો સોનું મંદિરમાં લાવવાને બદલે બારોબાર સગેવગે કરી ગયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટ દ્વારા કમિટીની રચના કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Tags :
Advertisement

Trending News

.

×