Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

ગુજરાત સાયન્સ સિટી ખાતે 5 જૂને  વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. પર્યાવરણના રક્ષણ માટે જાગૃતિના પગલાંને પ્રોત્સાહિત કરવા માટેનો  આ મહત્વનો દિવસ છે. આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘માત્ર એક પૃથ્વી’ (Only One અર્થ)  છે.ગુજરાત સાયન્સ સિટી ખાતે બે તબક્કામાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.  પ્રથમ તબક્કો પર્યાવરણ બચાવ
10:42 AM Jun 05, 2022 IST | Vipul Pandya
ગુજરાત સાયન્સ સિટી ખાતે 5 જૂને  વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. પર્યાવરણના રક્ષણ માટે જાગૃતિના પગલાંને પ્રોત્સાહિત કરવા માટેનો  આ મહત્વનો દિવસ છે. આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘માત્ર એક પૃથ્વી’ (Only One અર્થ)  છે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે બે તબક્કામાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.  પ્રથમ તબક્કો પર્યાવરણ બચાવકર્તાઓ (પર્યાવરણ સંરક્ષણ મિલન) માટે હતો. પાટડી (સુરેન્દ્ર નગર)ના અંદાજે 70 વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તથા દાંતાના આશરે 120 વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ ગ્રામજનોને  સાયન્સ અને સાયન્સ સિટી શું છે તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવિધ ગેલેરીઓની મુલાકાત કરાવવામાં આવી હતી.  આ મીટ તેમના વિશે વધુ જાણવા અને તેમને તકનીકી પ્રગતિ વિશે  જાણકારી આપવામાં ઉપયોગી રહી. 

બીજો તબક્કો IIT ગાંધીનગરના પ્રોફેસરો સાથે શાળા, કોલેજના વિદ્યાર્થીઓ અને કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો વચ્ચે પર્યાવરણીય ક્રિયાપ્રતિક્રિયા (પર્યાવરણ ગોષ્ઠી)નો રહ્યો. ડો. વ્રજેશ પરીખે રિયુઝ , રિડ્યુસ અને રિસાઈકલ  વિશે માહિતી આપી. ગુજકોસ્ટ ના એડ્વાઇઝર ડો. નરોત્તમ સાહુ એ મહેમાનોનું અભિવાદન કરી કલાઇમેટ ચેન્જ વિશે જાણકારી આપી.  શિવાની જૈન (COO, IToWE; અમદાવાદ),  શ્વેતલ શાહ (ટેકનિકલ સલાહકાર, ક્લાઈમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર), ડૉ. અરવિંદ સિંઘ (જિયોસાયન્સ ડિવિઝન ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ), ભરત પાઠક IFS (નિવૃત્ત) (પૂર્વ નિયામક GEER ફાઉન્ડેશન),  પ્રસંતા દશ (ચીફ UNICEF-ભારત, ગુજરાત રાજ્ય), ડૉ. પૂનમ ભાર્ગવ (મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી-GUJCOST) એ પણ પરાયવરણ દિવસ અંતર્ગત મહત્વની જાણકારી આપી હતી. 

 આ ઉપરાંત ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા  આયોજિત કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓએ પર્યાવરણને લગતી સમસ્યાઓ અને તેના ઉપાયો વિશે ચર્ચા કરી. શાળાના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલ  ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ વિશેની સમજ   ચિત્રના માધ્યમથી રજૂ કરી હતી. આ ઉપરાંત પર્યાવરણ દિવસ અંતર્ગત સાયન્સ સિટી ખાતે વૃક્ષરોપણ પણ કરવામાં આવ્યું હતું.  બીજા તબક્કાનું આયોજન ગુજરાત સાયન્સ સિટી, GUJCOST, GEDA અને ગુજરાતના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. 
Tags :
AhemdabadcelebratedGujaratFirstGujaratScienceCityGujratWorldEnvironmentDay
Next Article