Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદનાં એવા કયા પોલીસ સ્ટેશન જે સિનિયર પીઆઈથી વંચીત છે?

ગુજરાત રાજ્યમાં બદલીઓનો દોર છેલ્લાં એક મહિનાથી જોવા મળી રહ્યો છે. મહ્તવનું છે કે રાજ્યનાં 77 IPS અધિકારીઓની 2 એપ્રિલનાં રોજ બદલીઓ કરવામાં આવી હતી. જોકે તે જ મહિનામાં પહેલી અને છઠ્ઠી એપ્રિલે ગુજરાત રાજ્યનાં પોલીસવડા દ્વારા 100 થી વધુ પીઆઈની રાજ્યમાં આંતરીક બદલીઓ કરવામાં આવી હતી.જે બદલીઓમાં અમદાવાદ શહેરમાં અંદાજે એક ડઝન જેટલા પીઆઈને અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જોકે એક મહિનાં àª
અમદાવાદનાં એવા કયા પોલીસ સ્ટેશન જે સિનિયર પીઆઈથી વંચીત છે
Advertisement
ગુજરાત રાજ્યમાં બદલીઓનો દોર છેલ્લાં એક મહિનાથી જોવા મળી રહ્યો છે. મહ્તવનું છે કે રાજ્યનાં 77 IPS અધિકારીઓની 2 એપ્રિલનાં રોજ બદલીઓ કરવામાં આવી હતી. જોકે તે જ મહિનામાં પહેલી અને છઠ્ઠી એપ્રિલે ગુજરાત રાજ્યનાં પોલીસવડા દ્વારા 100 થી વધુ પીઆઈની રાજ્યમાં આંતરીક બદલીઓ કરવામાં આવી હતી.જે બદલીઓમાં અમદાવાદ શહેરમાં અંદાજે એક ડઝન જેટલા પીઆઈને અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જોકે એક મહિનાં કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ અમદાવાદનાં સાત જેટલા પોલીસ સ્ટેશનને પોલીસ ઈન્સપેક્ટર મળ્યા નથી..
VVIP મૂવમેન્ટ ધરાવતો પોલીસ સ્ટેશન ચાર્જમાં:
અમદાવાદ શહેરનાં સોલા, વટવા જીઆઈડીસી, શાહપુર, કારંજ, આનંદનગર, વાસણા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશન હાલ અન્ય પોલીસ સ્ટેશનનાં પીઆઈનાં ચાર્જમાં ચાલી રહ્યા છે.જેમાં સોલા પીઆઈ જે.પી જાડેજાની પીસીબી અને પીસીબીમાંથી કોર્ટ ડ્યુટીમાં બદલી કરાતા સોલા પોલીસ સ્ટેશનનો ચાર્જ ધાટલોડિયા પીઆઈ યુવરાજસિંહ વાઘેલા પાસે છે.મહત્વનું છે કે અમદાવાદમાં સૌથી મોટો 54 કિલોમીટરનો વિસ્તાર ધરાવતો સોલા પોલીસ સ્ટેશન પીઆઈનાં ચાર્જમાં ચાલી રહ્યુ છે, જેમાં ખાસ કરીને મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીની સૌથી વધુ અવરજવર રહે છે. બીજી તરફ વાત કરીયે તો વટવા જીઆઈડીસીમાં થોડા મહિનાઓ પહેલા જ વેજલપુરનાં પીઆઈ એલ.ડી ઓડેદરાની બદલી કરવામાં આવી હતી. જોકે બે મહિનાં જેટલા ટૂંકા સમયગાળામાંજ વટવા જીઆઈડીસી પીઆઈ એલ.ડી ઓડેદરાની બદલી ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવતા તે પોલીસ સ્ટેશનનો ચાર્જ વટવા પીઆઈ એચ.વી સિસારા પાસે છે.
સંવેદનશીલ વિસ્તારનાં મહત્વનાં પોલીસ સ્ટેશન પીઆઈ વિનાનાં
મહત્વનું છે કે આવનારી બીજી જુલાઈએ રથયાત્રા યોજાનાર છે, જેમાં છેલ્લાં 2 વર્ષે કોરોનાના કારણે લોકો રથયાત્રામાં જોડાઈ શક્યા નહોતા. તેવામાં આ વર્ષે રથયાત્રા વર્ષોની જેમ ધામધૂમથી યોજાવાની હોય તેવામાં રથયાત્રા રૂટ પરનાં પોલીસ સ્ટેશનો જેમાં કારંજ અને શાહપુર જેવા પોલીસ સ્ટેશનમાં પીઆઈને મુકાયા નથી.કારંજ પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ. એમ લાલીવાલાની બદલી ખેડામાં બદલી કરવામાં આવી છે. જેથી કારંજ પોલીસ સ્ટેશનનો ચાર્જ માધવપુરા પીઆઈ આર.ટી ઉદાવત પાસે છે.અને અમદાવાદનાં સૌથી સંવેદનશીલ વિસ્તાર શાહપુરનાં પીઆઈ આર. એચ વાળાની બદલી ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. જોકે શાહપુર પોલીસ સ્ટેશનમાં સેકેન્ડ પીઆઈ તરીકે પૃથ્વીરાજસિંહ ચુડાસમાને મુકવામાં આવ્યા છે જોકે તેમનું આ પહેલુ પોસ્ટીંગ હોવાથી આ વિસ્તારમાં સિનિયર પીઆઈની ખૂબ જરૂર રહે છે.
પોશ વિસ્તારનાં પોલીસ સ્ટેશન પણ ચાલે છે ચાર્જમાં
અમદાવાદનાં પોશ વિસ્તાર આનંદનગર પોલીસ સ્ટેશનનાં પીઆઈ વી. આર ચાવડાની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવતા તે પોલીસ સ્ટેશનનો ચાર્જ પણ સેટેલાઈટ પીઆઈ ડી.બી મહેતા પાસે છે, સાથે જ વાસણા પોલીસ સ્ટેશનનાં પીઆઈ કે.જે ઝાલાની બદલી થતા વાસણા પોલીસ સ્ટેશનનો ચાર્જ પાલડી પીઆઈ રિદ્ધી દવે પાસે છે, તેવી જ રીતે અમરાઈવાડી પોલીસ સ્ટેશનનાં પીઆઈ જસ્મીન રોજીયાની બદલી ગુજરાત એટીએસ ખાતે કરવામાં આવતા તે પોલીસ સ્ટેશનનો ચાર્જ ખોખરા પીઆઈ કે.એસ ચૌધરી પાસે છે.

ક્યારે મળશે તમામ પોલીસ સ્ટેશનને પીઆઈ?
ગુજરાતનાં અન્ય જિલ્લામાંઓથી અમદાવાદમાં બદલી થઈ હોય તેવા મોટા ભાગનાં પીઆઈ અમદાવાદમાં હાજર થઈ ગયા હોવા છતાં એક મહિના કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં બદલીઓ ન આવતા પોલીસ વિભાગ માટે ચર્ચાનો વિષય બન્યો છે, મહત્વનું છે તે ગુજરાતનાં સિનિયર IPS અધિકારીઓની બદલી પણ છેલ્લાં એક મહિનાથી ખોરંભે ચઢી છે તેવામાં અમદાવાદનાં અનેક પોલીસ સ્ટેશનો પીઆઈ વિનાં ચાલતા નવા પીઆઈ તરીકે કોને મુકવામાં આવશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.જોકે મે મહિનાનાં અંતમાં આ તમામ પોલીસ સ્ટેશનને પીઆઈ મળી જાય તેવી અટકળો વહેતી થઈ છે.
ટેન્ડર પ્રક્રિયા અને વહીવટદારો- પોલીસ વિભાગનાં દૂષણ
અમદાવાદ શહેરમાં મલાઈદાર પોલીસ સ્ટેશનોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ઘરવામાં આવે છે, જોકે આ પ્રક્રિયા કોઈ પોલીસ મેન્યુઅલમાં નથી પરંતુ મલાઈદાર પોસ્ટીંગ માટે સંલગ્ન ઉચ્ચ અધિકારીઓને એક મોટુ પેકેટ મોકલવામાં આવતુ હોય છે, ત્યાર બાદ આ ટેન્ડર પ્રક્રિયા પર પૂર્ણ વિરામ લાગે છે અને બાદમાં જે-તે પોલીસ સ્ટેશનનાં પીઆઈની નેમ પ્લેટ પર મોહર લાગતી હોય છે. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ વિભાગમાં બે એવી દૂષણ પ્રક્રિયા છે જેનાં લીધે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થઈ રહ્યો છે. જેમાંથી એક વહીવટદારોની ભૂમિકા અને બીજી પોસ્ટીંગ માટે ભરાતા ટેન્ડરની પ્રક્રિયા..આ બન્ને પ્રણાલીઓ પોલીસ વિભાગમાં ઉધઈનું કામ કરી રહી છે. 
Tags :
Advertisement

.

×