Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુવતીએ સગાઈ તોડી નાખતા યુવકે બદલો લેવા આ શું કર્યું !

અમદાવાદમાં મંગેતરની ચાલ ચલત સારી ન હોવાનું જણાવી યુવતીએ સગાઈ તોડી નાખી હતી. જોકે આ ઘટનાથી ઉશ્કેરાઇ જઇ બદલો લેવા માટે  યુવતીના મંગેતરે તેની જ નાની બહેન પર દુષ્કર્મ કર્યું હતું અને  નાના ભાઈનું અપહરણ કરવાની તેમજ મંગેતરના ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરી તેને મદદ કરનારા તેના પિતાને પણ ઝડપી લીધો હતો.  અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી પાàª
01:26 PM Jun 06, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં મંગેતરની ચાલ ચલત સારી ન હોવાનું જણાવી યુવતીએ સગાઈ તોડી નાખી હતી. જોકે આ ઘટનાથી ઉશ્કેરાઇ જઇ બદલો લેવા માટે  યુવતીના મંગેતરે તેની જ નાની બહેન પર દુષ્કર્મ કર્યું હતું અને  નાના ભાઈનું અપહરણ કરવાની તેમજ મંગેતરના ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરી તેને મદદ કરનારા તેના પિતાને પણ ઝડપી લીધો હતો.  
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી પાલડી વિસ્તારમાં નર્સિંગનું કામ કરે છે. ફરિયાદી યુવતીની સગાઈ સમાજના રીતરિવાજ મુજબ વાડજમાં રહેતા આરોપી સાથે થઈ હતી જોકે  મંગેતરની ચાલ ચલગત સારી ન હોવાથી 3 મહિના પહેલા યુવતીએ સગાઈ તોડી નાખી હતી. જે બાબતનો બદલો લેવા યુવતીના મંગેતરે તેની જ નાની બહેનને ઉપાડી લઈ જઈ તેની પર અવારનવાર દુષ્કર્મ કર્યું હતું. 
દોઢ મહિના પહેલા બહેનના મંગેતરે પાલડી સ્થિત તેના નોકરીના સ્થળે આવીને તેના નાના ભાઈને ઉપાડી જવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપતા યુવતી ગભરાઈ ગઈ હતી. આરોપી અવાર-નવાર યુવતીનો પીછો કરતો હતો, તેવામાં 10 મી એપ્રિલના રોજ સવારના સમયે આરોપીએ યુવતીને ફોન કરીને નાની બહેનના ફોટા વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપતાં તે મળવા ગઈ હતી. આરોપી અને તેના પિતા યુવતીને અમદાવાદથી પાટણ ખાતે લઇ ગયા હતા, જ્યાં ચાર દિવસ સુધી હોટલમાં યુવતીની મરજી વિરુદ્ધ બહેનના પૂર્વ મંગેતરે દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ પોતાની સાથે સગાઈ તોડી નાખવા મામલે બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હોવાનું જણાવતા યુવતી ગભરાઈ ગઈ હતી . તેણે આ મામલે માતા-પિતા અને કુટુંબની વાત કરતા સમગ્ર મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.. જે મામલે પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે...
આ ગુનામાં પકડાયેલા પિતા-પુત્ર છૂટક મજૂરીનું કામ કરે છે .  પાલડી પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ શરૂ કરી છે...
Tags :
AhmedabadCrimeEngagementGujaratFirstpoliceRapRevenge
Next Article