ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘાટલોડિયામાં વ્યાજખોરની દાદાગીરી, વ્યાજના પૈસા માટે પોલીસકર્મીને રસ્તે રોકી બનાવ્યો વિડીયો

અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. હાલમાં જ નિકોલમાં વ્યાજે આપેલા પૈસા માટે સ્પાના સંચાલકને ધક્કો મારીને મોતને ધાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જે ઘટનાનો મુખ્ય આરોપી હજું ફરાર છે તેવામા ધાટલોડિયા વિસ્તારમાં વ્યાજખોરે વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે એક પોલીસકર્મીને રસ્તા વચ્ચે રોકી ધમકીઓ આપી વિડીયો બનાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદાàª
04:20 AM Aug 17, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. હાલમાં જ નિકોલમાં વ્યાજે આપેલા પૈસા માટે સ્પાના સંચાલકને ધક્કો મારીને મોતને ધાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જે ઘટનાનો મુખ્ય આરોપી હજું ફરાર છે તેવામા ધાટલોડિયા વિસ્તારમાં વ્યાજખોરે વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે એક પોલીસકર્મીને રસ્તા વચ્ચે રોકી ધમકીઓ આપી વિડીયો બનાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. 
અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને એસ.જી 2 ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ દેસાઈએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પોલીસકર્મીનો ઈસ્કોન ચાર રસ્તા પર ટ્રાફિક પોઈન્ટ હોવાથી તેઓ 16મી ઓગસ્ટે પોતાના ઘરેથી નોકરીએ જવા નિકળ્યા હતા. ત્યારે તેઓનાં ઘરથી ત્રીજા નંબરનાં મકાનમાં રહેતા હિતેશ દેસાઈ ઘરની બહાર ઉભા હતા અને અચાનક જ હિતેષ દેસાઈએ પોલીસકર્મી નરેશ દેસાઈની મોટર સાયકલ આગળ આવી તેઓને ઉભા રાખ્યા હતા.
તે સમયે હિતેષ દેસાઈનો ભાઈ અલ્પેશ દેસાઈ અને માતા ચંપાબેન દેસાઈ ત્યાં આવી ગયા હતા અને પોલીસકર્મીને જણાવ્યું હતુ કે તારા સાઢુ બાબુભાઈના દિકરા યશને મારા ભાઈ વિજયે વ્યાજે રૂપિયા આપ્યા છે, જે રૂપિયાના જામીન તમે થઈ જાઓ. જેથી નરેશ દેસાઈએ આ મામલે પોતાને કઈ લેવા દેવા નથી જેમ જણાવતા ત્રણેય જણા ઉશ્કેરાયા હતા અને ગંદી ગાળો આપી હતી. 
 હિતેષ દેસાઈએ પોલીસકર્મી નરેશ દેસાઈની બાઈકની ચાવી કાઢી લીધી હતી અને તેના ઘરના સભ્યોને પોલીસકર્મીનો વિડીયો ઉતારવાનુ કહેતા વિડીયો બનાવાનું શરૂ કરાયું હતું.
હિતેષ દેસાઈએ ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કરી પોતે પોતાની જાતે પોતાનો શર્ટ ફાડી નાખ્યો હતો અને ઘરની સામે આવેલા મકાનની જાળીએ પોતાનુ માથુ પછાડી નરેશ દેસાઈને તારો ભાણીયો મારા ભાઈના વ્યાજના પૈસા નહી આપે તો તને ખોટા કેસમા ફસાવી તારી નોકરી જોખમમાં લાવી દઈશ તેવી ધમકી આપી હતી. જે બાદ આસપાસના લોકો ભેગા થતા ત્રણેય જણા ત્યાથી જતા રહ્યા હતા.
 આ મામલે હેડ કોન્સ્ટેબલ નરેશ દેસાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્યાર સુધી વ્યાજનાં વિષચક્રમાં સામાન્ય વેપારીઓ હોમાતા હતા, જોકે આ વખતે એક પોલીસકર્મીને આ પ્રકારે ધમકી આપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો ઘાટલોડિયા પોલીસે આ ગુનામા સામેલ આરોપીને ઝડપી તપાસ કરતાં સામે આવ્યું કે પોલીસ કર્મીના ભત્રીજાએ આરોપીઓના ભાઇ વિજય દેસાઇ પાસેથી 2 લાખ 80 હજાર રુપિયા વ્યાજે લીધા હતા જે પૈસાની ઉઘરાણી માટે આરોપીઓએ પોલીસકર્મીને ધમકી આપી હતી.
Tags :
GhatlodiaGujaratFirstPolicemanVideo
Next Article