Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈની મહિલા ડ્રગઝ ડિલરો ગુજરાતમાં ડ્રગઝ પેડલરોની ચેઇન ચલાવી રહી છે

પોતાના  ડ્રગ્સના ખર્ચા પૂર્ણ કરવા પેડલર બન્યાઅમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વેચતા ડ્રગ્સ12 લાખનું MD ડ્રગ્ઝ કબજેરામોલના જનતાનગરમાંથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયુ છે. માત્ર વધુ નાણા કમાવવાની લાલચમાં અને પોતાના ડ્રગ્સના ખર્ચા પૂર્ણ કરવા બે પેડલરો એક વર્ષથી લોકોને ડ્રગ્સ આપતા હતા. SOGએ બાતમી આધારે બંને આરોપીઓને 12 લાખના 124 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.આરોપીઓ છે ડ્રગ પેડલ
મુંબઈની મહિલા ડ્રગઝ ડિલરો ગુજરાતમાં ડ્રગઝ પેડલરોની ચેઇન ચલાવી રહી છે
  • પોતાના  ડ્રગ્સના ખર્ચા પૂર્ણ કરવા પેડલર બન્યા
  • અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વેચતા ડ્રગ્સ
  • 12 લાખનું MD ડ્રગ્ઝ કબજે
રામોલના જનતાનગરમાંથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયુ છે. માત્ર વધુ નાણા કમાવવાની લાલચમાં અને પોતાના ડ્રગ્સના ખર્ચા પૂર્ણ કરવા બે પેડલરો એક વર્ષથી લોકોને ડ્રગ્સ આપતા હતા. SOGએ બાતમી આધારે બંને આરોપીઓને 12 લાખના 124 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ છે ડ્રગ પેડલર
મુંબઇની એક મહિલા પાસેથી ડ્રગ્સ લાવી ડબલથી વધુ ભાવે લોકોને વેચાણ કરતા આરોપી અલ્લારખા ઉર્ફે અડુ શેખ અને ઇકબાલખાન પઠાણ મુળ રીક્ષા ડ્રાઇવીંગનું કામ કરે છે પણ છેલ્લા એકાદ વર્ષથી રીક્ષા ડ્રાઇવીંગના ધંધામાં વધુ કમાણી ન થતા તેઓએ ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું. આરોપીઓ રામોલના જનતાનગર, દાણીલીમડા અને સારંગપુર પાણીની ટાંકી તથા રિવરફ્રન્ટ પાસે લોકોને ડ્રગ્સ વેચતા હતા. આરોપીઓ પાસેથી SOGએ 12 લાખનું MD ડ્રગ્ઝ કબજે કર્યું છે, જે ડ્રગ્સનો જથ્થો મુબઇના માંડવીની અમરીનખાન પાસેથી લાવતા અને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વેચતા હતા.
પોતાના નશાના ખર્ચા પહોંચી વળવા પેડલર બન્યા
મુંબઇની અમરીન પહેલા અમદાવાદના (Ahmedabad) કોટ વિસ્તારમાં સાસરે રહેતી હતી પણ તેને સાસરામાં કોઇ અણબનાવ બનતા તે મુંબઇ જતી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે આરોપી અલ્લારખા મારામારી, પ્રોહિબિશન, જુગાર અને બોગસ કોલ સેન્ટરના ગુનામાં અગાઉ ઝડપાઇ ચૂક્યો છે. જ્યારે આરોપી ઇકબાલખાન પઠાણ મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં પણ ઝડપાઇ ચૂક્યો છે. આરોપીઓ એક હજારનું ડ્રગ્સ બે હજાર 2500માં વેચતા હોવાથી માત્ર પૈસા માટે અને પોતાના નશાના ખર્ચને પહોંચી વળવા જ એક વર્ષથી પેડલર બન્યા હોવાનું સામે આવ્યું છે..
શહેરનો રામોલ વિસ્તારમાં હથિયાર સાથે આરોપીઓ પકડાતાં હવે ડ્રગઝના પેડલરો પણ પકડવા લાગ્યા
અનેક યુવાધન બરબાદ કરવાનું કામ પણ ડ્રગ્સ પેડલરોની સાથે સ્થાનિક પોલીસ (Police) કરી રહી હોવાનું કહેવું અયોગ્ય નથી ત્યારે સ્થાનિક અધિકારીઓ સામે શહેર પોલીસ કમિશનર કોઇ પગલાં લે છે કે માત્ર તમાશો જોએ રાખે છે તે સવાલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.