Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવાન જગન્નાથજીને કરાયો જળાભિષેક

આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની જળયાત્રા નીકળી છે. આજે બે વર્ષ બાદ અમદાવાદમાં વાજતે ગાજતે આ જળયાત્રા નીકળી છે. જળયાત્રા હાથી, ઘોડા, ઢોલ નગારા સાથે મંદિરથી સાબરમતી ભુદરના આરા સુધી નીકળી છે. દેશમાં કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથની રથયાત્રાનું સંપૂર્ણ સાદગીથી આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે કોરોનાના કેસમાં શરૂઆતી સમયની સરખામણીમાં કેસ ઓછા હોવાના કારણે રથયાત્
ભગવાન જગન્નાથજીને કરાયો જળાભિષેક
આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની જળયાત્રા નીકળી છે. આજે બે વર્ષ બાદ અમદાવાદમાં વાજતે ગાજતે આ જળયાત્રા નીકળી છે. જળયાત્રા હાથી, ઘોડા, ઢોલ નગારા સાથે મંદિરથી સાબરમતી ભુદરના આરા સુધી નીકળી છે. 
દેશમાં કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથની રથયાત્રાનું સંપૂર્ણ સાદગીથી આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે કોરોનાના કેસમાં શરૂઆતી સમયની સરખામણીમાં કેસ ઓછા હોવાના કારણે રથયાત્રાનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. બે વર્ષ બાદ આ વર્ષે અમદાવાદમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેને લઇને જો ભક્તોનું ઘોડાપુર જોવા મળે તો નવાઇ નથી. 
મહત્વનું છે કે, અષાઢી બીજે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. જે અંતર્ગત જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની જળયાત્રા આયોજિત કરવામાં આવેલ છે. મળી રહેલી માહિતી અનુસાર, પૂજા વિધિમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. ઉપરાંત આ જળયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુંબઈ અને ડાકોરના માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહેશે.
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે રથયાત્રા સદાઈથી યોજાઇ હતી. જે ચાલુ વર્ષે વાજતે ગાજતે યોજાશે. જેને લઈને ભક્તોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારથી જ રથયાત્રાને લઈને મંદિર પરિસરમાં ધુમધામથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ જળયાત્રામાં ગજરાજ, ધજા, પતાકા, ચિન્હ, નિશાન, ભજન મંડળી, સામેલ થઇ જલયાત્રાનું આકર્ષણ વધારશે. વળી 108 ઘડા ભુદરના આરે વાજતે ગાજતે મંદિર લાવીને ભગવાન જગન્નાથ પર જેષ્ઠા અભિષેક કરાશે. આ તમામ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન મામાના ઘરે જશે.
ઉલ્લેખનીય છે કે, રથ યાત્રા હિન્દુ તહેવાર છે. અમદાવાદમાં 1878થી દરેક અષાઢ સુદ બીજ પર જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વાર્ષિક તહેવાર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે. રથયાત્રા ગુજરાત રાજ્યના લોકોત્સવ (જાહેર તહેવાર) તરીકે ઉજવાય છે. પુરી અને કોલકાતાની રથયાત્રા પછી અમદાવાદની રથ યાત્રા એ ત્રીજી સૌથી મોટી રથ યાત્રા તહેવાર છે, જે પણ તે જ દિવસે ઉજવવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.