Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાહેર રસ્તા પર કચરો ફેંકવું આ યુવકને ભારે પડ્યું, થયો 10 હજારનો દંડ

સ્વચ્છ ભારત મીશન હેઠળ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરનું સોલિડ વેસ્ટ વિભાગ કામ કરી રહ્યું છે. જેને લઈને લોકો રસ્તા પર કચરો ન ફેંકે તે માટે અભિયાન પણ ચલાવાય છે. પણ ગઈ કાલે એક એવો કિસ્સો બન્યો કે જે સોલિડ વેસ્ટ વિભાગ ખરા અર્થમાં કામ કરી રહ્યુ છે તે સાબિત થયુ છે. વિરાટનગર વોર્ડમા એક એક્ટિવા ચાલક બે ત્રણ દિવસથી પોતાના એક્ટિવા પર મોટા મોટા કચરાના કોથળા ભરીને જાહેર રસ્તા પર કચરો નાખી જત
જાહેર રસ્તા પર કચરો ફેંકવું આ યુવકને ભારે પડ્યું  થયો 10 હજારનો દંડ
સ્વચ્છ ભારત મીશન હેઠળ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરનું સોલિડ વેસ્ટ વિભાગ કામ કરી રહ્યું છે. જેને લઈને લોકો રસ્તા પર કચરો ન ફેંકે તે માટે અભિયાન પણ ચલાવાય છે. પણ ગઈ કાલે એક એવો કિસ્સો બન્યો કે જે સોલિડ વેસ્ટ વિભાગ ખરા અર્થમાં કામ કરી રહ્યુ છે તે સાબિત થયુ છે. વિરાટનગર વોર્ડમા એક એક્ટિવા ચાલક બે ત્રણ દિવસથી પોતાના એક્ટિવા પર મોટા મોટા કચરાના કોથળા ભરીને જાહેર રસ્તા પર કચરો નાખી જતો અને ગંદકી ફેલાવતો હતો. આ ઘટના સોલિડ વેસ્ટ વિભાગના ધ્યાને આવતા કર્મચારીઓએ સોનીની ચાલી પાસે જ તેને રોકી લઈ રૂપિયા 10 હજારનો દંડ માગ્યો. જોકે, એક્ટિવા ચાલક પાસે રોકડ રૂપિયા ન હોવાથી કર્મચારીએ લોકોમા દાખલો બેસે તે માટે  એક્ટિવા જ જપ્ત કરી લીધું. અમે પછી ચાલક દ્વારા બીજા દિવસે દંડ 10 હજાર ભરી દેતા એક્ટિવા પરત કર્યુ હતું. ત્યારે સોલિડ વેસ્ટ વિભાગ દ્વાર એક ચોકક્કસ દાખલો બેસાડવામાં આવ્યો છે કે શહેરને ગંદુ કરનાર જ્યા ત્યા કચરો નાખનારને કોઈ પણ ભોગે નહીં છોડવામા આવે. ત્યારે અમદાવાદવાસીઓ સતર્ક થઈ જજો જો હવે રસ્તા પર કચરો નાખ્યો તો એએમસી કોઈ પણ ભોગે દંડ લીધા વિના નહીં છોડે.
AMCમાં જાહેરમા કચરો નાખો તો શું છે દંડની જોગવાઈ?
સ્વચ્છ ભારત અને સ્વચ્છ અમદાવાદને લઈને એએમસી દ્વારા દંડની જોગવાઈ કરવામાત્ર આવી છે. જેમા રસ્તા પર કે પછી જાહેર સ્થળ પર કચરો નાખવામાં આવે તો સોલિડ વેસ્ટ કે પછી વોર્ડ ડિવાયએમસી દ્વારા રૂ. 500 થી લઈ 1 લાખ સુધી દંડ ઉઘરાવી શકે છે. જેમા ઘન કચરો રોજીંદા વપરાશથી થતો કચરો ખાણીપીણીના વેપારીઓ દ્વારા ફેંકવામા આવતો કચરો આ તમમા પ્રકાોરને તેમા સાંકળી લેવાય છે. જો વારંવાર કોઈ વ્યક્તિ કે વેપારી દ્વારા કચરો જે તે જગ્યા પર નાખવામાં આવે તો નોટીસ આપી અને એકમ સીલ પણ કરવામા આવે છે. તો બીજી તરફ લોકો કચરો રસ્તા પર ન નાખે તે માટે એએમસી દ્વારા ઘરે ઘરે કચરો લેવા માટે ગાડીઓ પણ ફરે છે. તો હવે ચેતી જજો અને એટલે એએમસી કહે છે શહેરી જનો નમસ્તે કચરો ન ફેકો રસ્તે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.