Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દારૂ પીવાના પૈસા ન આપનાર યુવકની કરાઈ હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદના (ahmedabad)ઠક્કરબાપાનગર વિસ્તારમાં 22મી ઓક્ટોબરના રોજ મળેલી બિનવારસી લાશ મામલે ભેદ ઉકેલાયો છે. યુવકની હત્યા કરવામાં આવી હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા પોલીસે ગુનો દાખલ કરી હત્યારા યુવકની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે નશો કરવા માટે પૈસા માંગતા મૃતકે પૈસા ન આપતા ગળું દબાવી તેની હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે.કૃષ્ણનગર પોલીસે હત્યાના ગુનામાં સુર
11:35 AM Oct 25, 2022 IST | Vipul Pandya
અમદાવાદના (ahmedabad)ઠક્કરબાપાનગર વિસ્તારમાં 22મી ઓક્ટોબરના રોજ મળેલી બિનવારસી લાશ મામલે ભેદ ઉકેલાયો છે. યુવકની હત્યા કરવામાં આવી હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા પોલીસે ગુનો દાખલ કરી હત્યારા યુવકની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે નશો કરવા માટે પૈસા માંગતા મૃતકે પૈસા ન આપતા ગળું દબાવી તેની હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે.
કૃષ્ણનગર પોલીસે હત્યાના ગુનામાં સુરેશ ઉર્ફે લંગડો વિરવાણી નામના 40 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ એક યુવકની હત્યાને અંજામ આપ્યો છે.22મી ઓક્ટોબરના રોજ સાંજના સમયે કૃષ્ણનગર પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે એક યુવકની લાશ ઠક્કરબાપાનગરના બસ સ્ટોપ આગળ પડી છે.જેથી પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલીને મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી, તેવામાં પીએમ રિપોર્ટમાં મૃતકને ગળે ટૂંપો આપતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા પોલીસે ઘટના સમયના સીસીટીવી ફૂટેજ અને આસપાસના વેપારીઓની પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પકડાયેલો આરોપી સુરેશ ઉર્ફે લંગડો હત્યા કર્યા બાદ આસપાસમાં જ ફરતો હતો અને તેણે એક દુકાનના વેપારીની સામે જ પોતે આ યુવકની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે ઘટના સ્થળની આસપાસની દુકાનોના વેપારીઓની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી અને જે આધારે જ પોલીસે ઠક્કરબાપાનગર વિસ્તારમાંથી હત્યારા યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે તે પોતે દારૂ પીવાનો બંધાણી હોવાથી મૃતક પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા. જે પૈસા મૃતકે ન આપતા તેણે તેની સાથે મારામારી કરીને ઝપાઝપી કરી ગળુ દબાવ્યું હતું. જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસે આરોપીને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી આગળની પ્રક્રિયા હાથ ધરી છે.
Tags :
drinkingGujaratFirstmoneyPoliceArrested
Next Article