Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે મોત

રાજ્યમાં અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાંક વાહન ચાલકો બેદરકારીપૂર્વક વાહન હંકારીને અકસ્માત સર્જતા હોય છે. ત્યારે આવો જ એક ભયંકર અકસ્માત અમદાવાદના એસજી હાઇવે પર વહેલી સવારે થયો હતો. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. અમદાવાદના એસજી હાઈવે પર સવારે 6.30 વાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝાયડસ બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિની
06:30 AM May 16, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાંક વાહન ચાલકો બેદરકારીપૂર્વક વાહન હંકારીને અકસ્માત સર્જતા હોય છે. ત્યારે આવો જ એક ભયંકર અકસ્માત અમદાવાદના એસજી હાઇવે પર વહેલી સવારે થયો હતો. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.
 
અમદાવાદના એસજી હાઈવે પર સવારે 6.30 વાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝાયડસ બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યુંછે. ડમ્પરની પાછળની તરફથી એક્ટિવા ટકરાતાં વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. 
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીએ હેલ્મેટ પણ પહેર્યું હોવા છતાં બચી શકી ન હતી. મળતી  માહિતી  મુજબ વિદ્યાર્થીની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી.ઘટનાની જાણ થતા જ ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મહત્વનું છે કે અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરાઈ છે .
Tags :
AccidentAhmedabadGujaratGujaratFirststudent
Next Article