Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયામાં લઘુત્તમ તાપમાન 10.1 ડિગ્રી નોંધાયું

ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. 24 કલાક બાદ પવનની દિશા બદલાવવાની છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાન અનેક શહેરોમાં 15 ડિગ્રીને નીચે નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે. હવામાન સુકૂં રહેશે સાથે આગામી 24 કલાકમાં આ જ તાપમાન યથાવત રહેશે. àª
રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો  નલિયામાં લઘુત્તમ તાપમાન 10 1 ડિગ્રી નોંધાયું
ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. 24 કલાક બાદ પવનની દિશા બદલાવવાની છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાન અનેક શહેરોમાં 15 ડિગ્રીને નીચે નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે. 
હવામાન સુકૂં રહેશે સાથે આગામી 24 કલાકમાં આ જ તાપમાન યથાવત રહેશે. નલિયાના લઘુત્તમ તાપમાનમાં શુક્રવારે બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે. નોંધનીય છે કે, નલિયાનું લઘુત્તમ તાપમાન 10.1 ડિગ્રી નોંધાયું હતુ. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ નોંધાઈ શકે છે. તો બીજી તરફ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડીનો પણ લોકોએ સામનો કરવો પડશે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગોમાં ઠંડીનો ચમકારો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.