Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad શહેરના વિવિધ વિસ્તારમાં લગાવેલા સ્કલ્પચર નવી ઓળખ ઉભી કરશે, જુઓ

વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટ અપનાવી અમદાવાદ મહાનગરપાલિકાએ આપણા અમદાવાદ શહેરને નવી ઓળખ આપવાનો એક સુંદર પ્રયાસ કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા હંમેશા રિસાયકલિંગ અંગે સજાગ રહ્યું છે. અમદાવાદ શહેરની સુંદરતા વધારતા વેસ્ટમાંથી બેસ્ટની થીમ પર બનાવવામાં આવેલા સ્કલ્પચર શહેરના વિવિધ વિસ્તારમાં AMC...
01:03 PM Jul 18, 2023 IST | Viral Joshi

વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટ અપનાવી અમદાવાદ મહાનગરપાલિકાએ આપણા અમદાવાદ શહેરને નવી ઓળખ આપવાનો એક સુંદર પ્રયાસ કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા હંમેશા રિસાયકલિંગ અંગે સજાગ રહ્યું છે. અમદાવાદ શહેરની સુંદરતા વધારતા વેસ્ટમાંથી બેસ્ટની થીમ પર બનાવવામાં આવેલા સ્કલ્પચર શહેરના વિવિધ વિસ્તારમાં AMC દ્વારા મુકવામાં આવ્યા છે. સ્ક્રેપ મટેરિયલમાંથી બનાવવામાં આવેલા આ Sculpture શહેરની નવી ઓળખ બનશે ત્યારે આવો જાણીએ આ Sculpture શેમાંથી બન્યા છે અને ક્યાં લાગ્યા છે.

હેરિટેજ સ્કલ્પચર (HERITAGE SCULPTURE)

અમદાવાદ શહેરના કાંકરીયા તળાવ ગેટ નં . ૧ થી પુષ્પકુંજના રસ્તા ઉપર અમદાવાદની ઓળખ સમાન પતંગ અને ફીરકી ના સ્પંચર સાથે ઉત્તરાયણ ના તહેવાર નો માહોલ દર્શાવેલ છે જેમાં એક બાળક ચશ્મા પહેરીને પીપુડી વગાડે છે સદર સ્ક્લપચર મકરસંક્રાંતિના તહેવાર ને ચિન્તીત કરે છે . જેનું વજન ૫ ટન જેટલું તથા તેની સાઇઝ 13'×19'×19' છે. સદર સ્પંચર વોટર ટ્રીટમેન્ટની વેસ્ટ પાઇપમાંથી તથા ઇલેકટ્રીક કેબલ રોલના સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે.

જ્ઞાન કેન્દ્ર (KNOWLEDGE HUB)

અમદાવાદ શહેરના કોમર્સ છ રસ્તા ઉપર અમદાવાદ જ્ઞાન કેન્દ્ર (Knowledge Hub ) ના શીર્ષક ઉપર બનાવવામાં આવેલ છે. સદર સ્ક્લપ્ચર શિક્ષા અને જ્ઞાનની અલગ અલગ ધારાઓને દર્શાવે છે. સદર મોટા માથાવળું સ્પંચર એવું આર્ટવર્ક દર્શાવે છે જે જ્ઞાન અને શિક્ષા નું પ્રોત્સાહન આપે છે. આપતું આટલા મોટા માથાવાળું સ્કલપ્ચર સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે. જે સમગ્ર વિશ્વમાં સ્ક્રેપમાંથી બનાવેલ સૌથી મોટા માથાનું સ્ક્લપચર છે. જેનું વજન 7 ટન જેટલું તથા તેની સાઇઝ 14'×14'×15' છે.

આખલો (BULL)

અમદાવાદ શહેરના પંચવટી ચાર રસ્તા પર આખલા ( Bull ) નું સ્ક્લપ્ચર મુકવામાં આવેલ છે . AMC ના સ્ક્રેપ મટીરીયલ માંથી બનાવવામાં આવેલ આ સ્ક્લપચર શેરબજારનું પ્રતીક જે દર્શાવે છે કે ગુજરાતીઓ શેરબજારમાં મોખરે રહયા છે. તેમજ સી.જી. રોડ વાણિજ્ય કેન્દ્ર હોવાથી સદર આખલાનું સ્કલ્પચર મુકવામાં આવેલ છે. જેનું વજન 3 ટન જેટલું તથા તેની સાઇઝ 20'x8'×10' છે.

પતંગને છૂટ આપતો બાળક (KID KITE FLYING) "ઉડે ઉડે છે મારો પતંગ ઉંચે ઉંચે પેલા વાદળની સંગ"

અમદાવાદ શહેરના ઉસ્માનપુરા ચાર રસ્તા ઉપર ઉત્તરાયણના તહેવારમાં પતંગને છૂટ આપતા બાળક (ટેણિયા) નું સ્ક્લપ્ચર મુકવામાં આવેલ છે. ઉત્તરાયણ આપણો સામાજીક તહેવાર ગણાય છે. મકરસંક્રાંતિ મહોત્સવ એ અમદાવાની ઓળખ છે. આ તહેવારમાં ગુજરાતમાં અલગ કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવે છે. તેમજ બાળકો ઉત્સાહભેર ભાગ લેતા હોઇ અહીં શિલ્પ દ્વારા પતંગની જેમ ઉડવાના ઉત્સાહ દર્શાવે છે. જેનું વજન 5 ટન જેટલું તથા તેની સાઇઝ 21'x5.3'x19' છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (MAHATMA GANDHIJI)

અમદાવાદ શહેરના એરપોર્ટ જંકશન ઉપર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સ્ક્લપ્ચર મુકવામાં આવેલ છે. અમદાવાદમાં પ્રવેશ કરતી વખતે ઓળખ સમાન આ સ્કલપચર એ આગવી કૂચ બતાવે છે. AMC ના સ્ક્રેપ મટીરીયલમાંથી બનાવવામાં આવેલ આ ક્લ્પચર સત્ય અને અહિંસાનું પ્રતીક દર્શાવે છે. સદર સ્કલ્પચરનું વજન 8 ટન જેટલું તથા તેની સાઇઝ 21'x5'x10 ' છે.

ઘોડો (HORSE)

અમદાવાદ શહેરના ઇન્દીરાબ્રીજ પાસે ઘોડા (HORSE) નું સ્કલપચર મુકવામાં આવેલ છે. આ ઘોડાનું સ્ક્લપચર શોર્યનું પ્રતીક દર્શાવે છે. અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની છે આ આર્થિક રાજધાની આગળ વધે છે. જે ગાંધીનગરને સાથે લઇને ચાલે છે. અમદાવાદ અને ગાંધીનગર ટ્વીન સીટી છે. એક શહેર પોલીટીકલ કેપીટલ છે અને એક ઇકોનોમીકલ કેપિટલ છે. આ બંને વચ્ચે સેતુ સમાન ઘોડાનું પ્રતીક છે. જેનું વજન 15 ટન જેટલું તથા તેની સાઇઝ 24'x6'x20 ' છે.

પેલીકન પક્ષી (PELICAN BIRD) અને દુધરાજ પક્ષી (ASIAN PARADISE FLYCATHER)

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પકવાન ચાર રસ્તા પાસે પેલીકન પક્ષી ( PELICAN BIRD ) નું સ્કલપચર મુકવામાં આવેલ છે. સદર પક્ષીનું સ્ક્લપચર શોર્યનું પ્રતીક દર્શાવે છે. જેનમાં પેલીકન પક્ષીનું વજન 2 ટન જેટલું તથા તેની સાઇઝ 12.50'x4.50'x27' છે તથા દુધરાજ પક્ષીનું વજન 3 ટન જેટલું છે તથા તેની સાઇઝ 20'x6'x20 ' છે.

ફલાવર્સ (FLOWERS)

અમદાવાદ શહેરના નેશનલ હાઇવે એકસપ્રેસ વેની એન્ટ્રીમાં ફલાવર્સનું સ્કલપચર મુકવામાં આવેલ છે. સદર વેસ્ટ મટીરીયલમાંથી બનાવેલ સુશોભીત ફલાવરનું સ્ક્લપચર અમદાવાદની હદમાં આગમન વખતે સ્વાગત કરતું દર્શાવે છે. સદર સ્ક્લપચરનું વજન 10 ટન જેટલું તથા તેની સાઇઝ 16'x6'x24 ' છે.

આ પણ વાંચો : આજે છે ત્રણ પવિત્ર દિવસનો ત્રિવેણી સંગમ, જાણો તેના વિશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadAhmedabad CityAMCAmdavad NewsHeritage City. CultureInnovativeSculpture InstalledSculptures
Next Article