ગુજરાત સાયન્સ સિટી ખાતે ચાલી રહેલા સમર સાયન્સ પ્રોગ્રામને વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઉનાળુ વેકેશનમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનની શોધો માટે પ્રેરિત કરવા અને નવી વસ્તુઓ શીખવા તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવવા સમર સાયન્સ પ્રોગ્રામ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ 5 થી 11 ના વિદ્યાર્થીઓ માટે 2 મે થી 27 મે દરમિયાન સાયન્સ સિટી ખાતે વિવિધ વર્કશોપ, સાયન્સ લેક્ચર્સ, હેંડ્સ ઑન એક્ટિવિટીઝ, સ્કાય ઓબ્ઝરવેશન, સાયંટિફિક ફિલ્મ સ્ક્રિનિંગ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં 350 થી વધુ વિવિધ વિષયો આધારિત વર્કશોપ છે. જેમાં બ્લોક કોડિંગ, હાર્ડવેર કોડિંગ, 3ડી પેઇન્ટિંગ, ઈલેકટ્રોનિક સર્કિટ મેકિંગ, વંડર ઓફ કેમેસ્ટ્રી, ભૌતિકશાસ્ત્ર, ટેલિસ્કોપ બનાવવા, ખડકો અને ખનિજોની ઓળખ, હોમ ઓટોમેશન માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), બટરફ્લાયનું રહસ્ય, પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર, લેખન, મોડેલ રોકેટરી અને ઓરિગામિ જેવા સર્જનાત્મક વર્કશોપનો સમાવેશ છે.
સાયન્સ સિટીના અદ્યતન સંસાધનો સાથે, પ્રોગ્રામ વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ની સમજ વિકસાવવામાં મદદ કરવા માટે રચાયેલ છે. આઉટડોર હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ પણ કાર્યક્રમનો એક ભાગ છે. કાર્યક્રમનું સમાપન ફિલ્મ શો અને ઇન્ટરેક્ટિવ ટોક સાથે થાય છે. સવારે 11:00 થી સાંજના 8:00 વાગ્યા સુધી આયોજીત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. તેઓ ગુજરાત સાયન્સ સિટીના વિવિધ પેવેલિયનના અદ્યતન વર્ગખંડો અને લેબ સુધી પહોંચે છે. સમર પ્રોગ્રામ વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન મેળવવા અને વૈજ્ઞાનિક નવીનતામાં જોડાવવાની ઉત્તમ તક પૂરી પાડે છે. સાયન્સ સિટી ખાતે ચાલી રહેલા સમર સાયન્સ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે, વિદ્યાર્થીઓએ ગુજરાત સાયન્સ સિટીની અધિકૃત વેબસાઈટ www.sciencecity.gujarat.gov.in પર તેમના નામ રજીસ્ટર કરાવવાના રહેશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીની અજાયબીઓનું અન્વેષણ કરવા અને STEM વિષયો પ્રત્યે જુસ્સો વિકસાવવા માટે પ્રેરણા અને પ્રોત્સાહિત કરવાનો છે.
આ પણ વાંચો - ખાદ્ય પદાર્થના લેબલીંગ અને ડિસ્પ્લેના નિયમોમાં જાણો શું થયો સુધારો?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ – સંજય જોશી, અમદાવાદ