Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'મેં ક્યુ આઉં મુજે મરના નહીં હૈ, આપકી ફ્લાઇટમે બૉમ્બ હેં' શબ્દ સાંભળતા જ એરપોર્ટ સિક્યોરિટી દોડતી થઈ, જાણો શું હતી સમગ્ર ઘટના

મેં ક્યુ આઉં મુજે મરના નહીં હૈ, આપકી ફ્લાઇટમે બૉમ્બ હેં આટલા શબ્દો સાંભળતાની સાથે જ એરપોર્ટ સિક્યોરિટી સહિત શહેરની તમામ સુરક્ષા દોડતી થઈ ગઈ હતી. જોકે સુરક્ષા (Security) સતર્કતા વાપરીને તમામ ખૂણે તપાસ કરતા કોઈ પણ ફ્લાઈટમાં (Flight) બૉમ્બ નહિ હોવાનું સામે આવતા એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.પેસેન્જરની ધરપકડમહત્વનું છે કે ગઈકાલે અમદાવાદથી દિલ્હી જનારી ફ્લાઈટમાà
 મેં ક્યુ આઉં મુજે મરના નહીં હૈ  આપકી ફ્લાઇટમે બૉમ્બ હેં  શબ્દ સાંભળતા જ એરપોર્ટ સિક્યોરિટી દોડતી થઈ  જાણો શું હતી સમગ્ર ઘટના
મેં ક્યુ આઉં મુજે મરના નહીં હૈ, આપકી ફ્લાઇટમે બૉમ્બ હેં આટલા શબ્દો સાંભળતાની સાથે જ એરપોર્ટ સિક્યોરિટી સહિત શહેરની તમામ સુરક્ષા દોડતી થઈ ગઈ હતી. જોકે સુરક્ષા (Security) સતર્કતા વાપરીને તમામ ખૂણે તપાસ કરતા કોઈ પણ ફ્લાઈટમાં (Flight) બૉમ્બ નહિ હોવાનું સામે આવતા એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
પેસેન્જરની ધરપકડ
મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદથી દિલ્હી જનારી ફ્લાઈટમાં એક મુસાફર થોડો મોડો પડ્યો હતો જેથી કરીને ફ્લાઇટ એરલાઇન્સ કંપની દ્વારા પેસેન્જરને કોલ કરવામાં આવ્યો હતો, આખરે બૉમ્બ નહિ મળતા સુરક્ષા એજન્સીઓએ દિલ્હી મુસાફરી કરનારા પેસેન્જરની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરતા પોલીસ સમક્ષ ઘણી ચોકવાનારી હકીકત સામે આવી હતી.
અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ
અમદાવાદ એરપોર્ટ પરથી એલાયન્સની ફ્લાઈટ સાંજે 5:20 વાગ્યે અમદાવાદથી દિલ્હી જવાની હતી. જે ફ્લાઇટના પેસેન્જરનું બોડિંગ 4.59 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું..જે ફ્લાઇટમાં કુલ 53 મુસાફરો પ્રવાસ કરવાના હતાં. જેથી બોડિંગ ગેટ પર હાજર અધિકારી આ ફ્લાઇટમાં પ્રવાસ કરનાર મુસાફરો કે જેમા બોડિંગ કરવાના બાકી હતાં તેઓને સિસ્ટમમાંથી મોબાઇલ ફોન નંબર મેળવીને ફોન કરતાં હતાં. જેમણે જ્યારે વિનીત નોડીયલ નામના પેસેન્જરને સંપર્ક રવા માટે ફોન કર્યો અને કહ્યું હતું કે તમે ફટાફટ ગેટ નંબર છ પર આવી જાવ, ફ્લાઇટનો સમય થઇ ગયેલ છે..ત્યારે ફોન રીસીવ કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે  મેં ક્યુ આવું મુજે મરના નહીં હૈ આપકી ફ્લાઈટ મેં બોમ્બે હૈ ..તેમ કહીને ફોન કટ કરી દીધો હતો..જે અંગેની જાણ સુરક્ષા એજન્સીઓને કરતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી..
ચોંકાવનારી હકીકત સામે આવી
ફ્લાઇટમાં બોમ્બ હોવાનું કહીને ફોન કટ કરી દેતા પોલીસએ તપાસ શરૂ કરી હતી. જો કે ગણતરીની મિનિટોમાં વિનીત નોડીયલ પણ કાઉન્ટર પર આવેલ અને તેણે જણાવ્યું હતું કે તેમની ફ્લાઈટની ટિકિટ તેની કંપનીના એડમીન ડિપાર્ટમેન્ટ તરફથી બુક કરવામાં આવેલ છે આ બુકિંગમાં જે મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ લખાવવામાં આવેલ છે તે તેનું નથી તેની કંપનીના એડમીન ઓફિસમાં નોકરી કરતા ભુપેન્દ્રસિંહ નાયક ટિકિટ બુક કરાવેલ છે અને તેનો મોબાઇલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ નાખેલ છે.
પોલીસ કાર્યવાહી
હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે..જો કે આ સમગ્ર મામલે વિનીત નોડીયલની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે અને કોલ કરનાર મુખ્ય આરોપી ભુપેન્દ્ર સિંગ શરબત સિંગ હાલ પોલીસ ગિરફતથી બાકાત છે કારણકે આજ ભુપેન્દ્ર સિંગ દ્વારા જ એરલાઇન્સના કર્મી જોડે વાત કરી હતી અને ફ્લાઈટમાં બૉમ્બ હોવાની જાણ કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.