Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પતિના ભાગીદારે મહિલાની ઓફિસે જઈ એકલતાનો લીધો લાભ, બાથમાં ભીડી કરી આવી માગ

અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં એક મહિલા સાથે પતિના જ મિત્ર અને ભાગીદારે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં સરખેજમાં વિસ્તારમાં રહેતા અને અગરબત્તિની કંપનીમાં લીગલ હેડ તરીકે નોકરી કરતી 42 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.- પતિના અવસાન બાદ ભાગીદારે મહિલા પર નજર બગાડીસરખેજ વિસ્તારમાં રહેતી આરતી (નામ બદલેલ છે) ના લગ્ન થોડા વર્ષો પહેલા થયà
07:48 AM Sep 27, 2022 IST | Vipul Pandya
અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં એક મહિલા સાથે પતિના જ મિત્ર અને ભાગીદારે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં સરખેજમાં વિસ્તારમાં રહેતા અને અગરબત્તિની કંપનીમાં લીગલ હેડ તરીકે નોકરી કરતી 42 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- પતિના અવસાન બાદ ભાગીદારે મહિલા પર નજર બગાડી
સરખેજ વિસ્તારમાં રહેતી આરતી (નામ બદલેલ છે) ના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા, આરતીનો પતિ ઓનલાઈન ટ્રેડિંગનો વ્યવસાય હેમંત નાયક નામના મિત્ર સાથે ભાગીદારીમાં કરતો હતો. જોકે કોરોના કાળમાં મહિલાના પતિનું અવસાન થયુ હતુ. જે બાદ પતિના ભાગીદાર હેમંત નાયકે મહિલાને ફોન કરીને બિઝનેસમાં જોડે કામ કરવા માટે દબાણ કર્યું હતું. જોકે આરતીએ LLB કર્યું હોય તેને વકીલાત સાથે જોડાયેલુ કામ કરવુ હોવાથી તેણે આરોપી સાથે બિઝનેસ કરવાની ના પાડી હતી..
- ઓફિસમાં એકલતાનો લાભ લઈ બાથ ભરી
આરતીના પતિના મોત બાદ તે અગરબત્તિની કંપનીમાં લીગલ હેડ તરીકે નોકરીએ લાગી હતી. જોકે બાદમાં પણ અવારનવાર પતિનો ભાગીદાર જોડે કામ કરવા માટે સતત દબાણ કરતો હતો અને આશરે એક મહિના પહેલા આરોપી હેમંત નાયક અચાનક આરતીની ઓફિસે પહોંચી ગયો હતો અને તે સમયે આરતી ઓફિસમાં એકલી હોવાથી તેની એકલતાનો લાભ લઈને આરતીને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી તેનો હાથ પકડીને બાથ ભીડી હતી. જોકે આરતીને આ વાત પસંદ ન આવતા તેણે હેમંતને ધક્કો મારી ત્યાંથી નિકળી જવાનું કહ્યુ હતું.
- પોલીસે છેડતીની નોંધી ફરિયાદ
આ મામલે મહિલાએ પરિવારજનોને જાણ કરતા અંતે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતા સરખેજ પોલીસ સ્ટેશનમાં પહેલા અરજી આપવામાં આવી હતી જે બાદ પોલીસે હેમંત નાયક નામનાં શખ્સ સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
Tags :
AdvantageGujaratFirstlonelinesswoman'soffic
Next Article