શહેર પોલીસનો માનવતાવાદી અભિગમ એક ડોક્ટરને આખી જીંદગી યાદ રહેશે
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી આઇપીએલની ફાઇનલ મેચ જોવાની ઇચ્છા દાખવનારા પેરાલિસીસ બાળક માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે માનવતાનો અભિગમ દાખવ્યો હતો અને શારિરીક ક્ષતિગ્રસ્ત બાળકને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવી આપી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે આઇપીએલની મેચની ફાયનલ મેચ યોજાવાની હતી. દેશ વિદેશના ક્રિકેટ રસà
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી આઇપીએલની ફાઇનલ મેચ જોવાની ઇચ્છા દાખવનારા પેરાલિસીસ બાળક માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે માનવતાનો અભિગમ દાખવ્યો હતો અને શારિરીક ક્ષતિગ્રસ્ત બાળકને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવી આપી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે આઇપીએલની મેચની ફાયનલ મેચ યોજાવાની હતી. દેશ વિદેશના ક્રિકેટ રસીયાઓની સાથે અમદાવાદના ક્રિકેટ રસીકો પણ મેચ માટે ઉત્સાહીત હતા. અમદાવાદ પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મેચના બંદોબસ્ત માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી, તથા મુખ્યમંત્રી સહિત અનેક સેલિબ્રીટી આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાના હતા જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્તનો પ્લાન ઘડી નાખવામાં આવ્યો હતો. પોલીસ રાત દિવસ મેચનો બંદોબસ્ત સફળ થાય તેના પ્રયાસ કરી રહી હતી. ખુદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સમગ્ર મામલાને મોનિટરીંગ કરી રહ્યા હતા અને પોલીસ અધિકારીઓને સૂચના આપી રહ્યા હતા.
તેવામાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મોબાઇલ પર એક વ્યક્તિએ ફોન કર્યો. આ એક ડોક્ટરનો ફોન હતો અને તેમણે પોલીસ કમિશનરને લાગણીભર્યા શબ્દોમાં કહ્યું કે તેમના સંપૂર્ણપણે લકવાગ્રસ્ત પુત્રને મેચ જોવી છે તે અંગે વાત કરી હતી. તેમણે પોલીસ કમિશનરને કહ્યું કે તેમનો પુત્ર સ્ટેડિયમમાં જઇને મેચ જોવાની અદમ્ય ઇચ્છા ધરાવે છે પણ તે સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે અને મેચ દરમિયાન આટલી ભીડમાં તેમની ગાડીને અંદર નહી લઇ જવા દેવામાં આવે અને તેથી આપની મદદની જરુર છે.
શાંત સ્વભાવના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પિતાની લાચારી અને પ્રેમ તથા પરિસ્થિતીની ગંભીરતા સમજી ગયા અને તેમની વાત સાંભળ્યા પછી માત્ર એટલું જ બોલ્યા કે બોલો શું મદદ જોઇએ છે. ડોક્ટરે પોલીસ કમિશનરને અપિલ કરતાં કહ્યું કે પાર્કિંગ ખુબ દુર છે અને ચાલતા જઇ શકાય તેમ નથી જેથી પોતાના બાળક સાથેની ગાડી સ્ટેડિયમની અંદર સુધી લઇ જવાની પરવાનગી આપવામાં આવે. પોલીસ કમિશનરે તમામ વ્યવસ્થા થઇ જશે તેમ કહીને ફોન મુકી દીધો હતો.
ત્યારબાદ પોલીસ કમિશનરે પીસીબી વિભાગના પીઆઇ તરલ ભટ્ટને બોલાવ્યા અને તેમને ડોક્ટરનો નંબર આપીને કહ્યું કે ઇનકા લડકે કો પેરાલિસીસ હે ઓર ઓર ઉસે મેચ દેખની હે. ત્યારબાદ પીઆઇએ પણ ગંભીરતા દાખવી કામ હો જાયેગા સર તેમ કહીને પોતાની ફરજ બજાવી હતી.
આ તરફ ડોકટર પણ મુંઝવણમાં હતા કે તેમના પુત્રને મેચ જોવા મળશે કે કેમ પણ થોડી વારમાં જ તેમના નંબર પર ફોન આવ્યો અને તેમની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ હતી. પોલીસે તેમને ઇન્દીરાનગર બ્રિજ પાસે બોલાવ્યા અને ત્યારબાદ પોલીસના પાયલોટીંગ સાથે બાળકને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લઇ જવાયો હતો અને વીઆઇપી બોક્સમાં બેસાડીને તે મેચ નિહાળી શકે તેની તમામ વ્યવસ્થા કરાઇ હતી.
સમગ્ર મેચ દરમિયાન બાળક સાથે એક પોલીસ કર્મીને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો જેથી તેની કોઇ તકલીફ હોય કે જરુરીયાત હોય તો તે પૂર્ણ થઇ શકે. બાળકે ઉત્સાહપૂર્વક પોલીસની મદદથી આઇપીએલની મેચનો આનંદ માણ્યો હતો.
Advertisement