જવલ્લેજ જ થતી સર્જરી દ્વારા જીસીએસ હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું નવજીવન
હૃદયનું મુખ્ય કામ શરીરને શુદ્ધ લોહી પહોંચાડવાનું અને અશુદ્ધ લોહી પાછું લેવાનું હોય છે. જો હૃદયને જ કામ કરવા માટે પૂરતું લોહી ન મળે તો? આવી જ ઘટના વલસાડના રહેવાસી દિપીકાબેન જોડે બની હતી જેમને 39 વર્ષની નાની વયે હૃદયની અસામાન્ય તકલીફ થઇ હતી. તેમના હૃદયમાં સામાન્ય ધમની સાથે સાથે એક વધારાની ધમની પણ હતી જે મુખ્ય ધમનીમાંથી લોહી ચોરીને જમણા કર્ણકમાં પહોંચાડતી હતી.દીપિકાબેનને 2-3 વર્ષથી જ
હૃદયનું મુખ્ય કામ શરીરને શુદ્ધ લોહી પહોંચાડવાનું અને અશુદ્ધ લોહી પાછું લેવાનું હોય છે. જો હૃદયને જ કામ કરવા માટે પૂરતું લોહી ન મળે તો? આવી જ ઘટના વલસાડના રહેવાસી દિપીકાબેન જોડે બની હતી જેમને 39 વર્ષની નાની વયે હૃદયની અસામાન્ય તકલીફ થઇ હતી. તેમના હૃદયમાં સામાન્ય ધમની સાથે સાથે એક વધારાની ધમની પણ હતી જે મુખ્ય ધમનીમાંથી લોહી ચોરીને જમણા કર્ણકમાં પહોંચાડતી હતી.
દીપિકાબેનને 2-3 વર્ષથી જ આર્થરાઈટીસની તકલીફ હતી જેની તેઓ દવા કરાવતા હતા. પરંતુ છેલ્લા 3-4 મહિનાથી તેમને શરીર પર ખુબ સોજો, શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા ખુબ જ જોરથી સંભળાવાની તકલીફ શરુ થઇ હતી. વલસાડથી લઈને મુંબઈ સુધી ઘણા ડોકટરોને બતાવ્યા છતાં કોઈ રાહત મળી ન હતી. પછીથી તેઓ જીસીએસ હોસ્પિટલ ખાતે બતાવવા આવ્યા. જ્યાં તેમને સૌપ્રથમ સોજા માટે સારવાર કરવામાં આવી.
હૃદયમાં સામાન્ય ધમની સાથે વધારાની ધમની હતી
આ તકલીફ મટતા કાર્ડિયોલોજીસ્ટ ડો. રૂપેશ સિંઘલ દ્વારા એન્જીઓગ્રાફી કરવામાં આવી. જેમાં ખુબ અચંબાભર્યું તારણ આવ્યું હતું કે દિપીકાબેનના હૃદયમાં સામાન્ય ધમની સાથે સાથે એક વધારાની ધમની પણ હતી જે હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડતી નસોમાંથી લોહી જમણા કર્ણકમાં એક વધારાની ધમની દ્વારા જતું હતું. જેના કારણે હૃદયના સ્નાયુઓને પૂરતું લોહી ના મળતા હૃદયના કામમાં તકલીફ પડતી હતી. સાથે સાથે હૃદયની બે નસોમાં બ્લોકેજ પણ નીકળ્યું.
નવીન અભિગમ વાળું ઓપરેશન
ઓપન હાર્ટ સર્જરી માટે દિપીકાબેન યોગ્ય ન હતા. ખુબ વિચાર-પરામર્સ પછી અત્યંત નવીન અભિગમ વાળું એક નાનું ઓપરેશન સૂચવ્યું. જેમાં કોઈ પણ મોટી સર્જરી વગર સાથળેથી નાના ચીરા વડે જે વધારાની ધમની છે એ ખાસ પ્રકારના ઉપકરણ (જેને એમ્પ્લાત્ઝર વાસ્ક્યુલર પ્લગ પણ કહેવામાં આવે છે) દ્વારા બંધ કરવામાં આવે અને જે વધારાનું લોહી જમણા કર્ણકમાં જતું અટકે અને એ જ નાના ચીરા દ્વારા બંધ થઇ ગયેલી હૃદયની બે નસોને પણ બલૂન મૂકી ખોલવામાં આવી જેને આપણે એન્જીયોપ્લાસ્ટી કહીએ છીએ.
આ ઓપરેશન જવલ્લે જ થાય છે
ડો. રૂપેશ સિંઘલ જણાવે છે કે, આ ઓપરેશન જવલ્લેજ થતું ઓપરેશન છે. જેમાં વધારાની ધમની ને બંધ કરવા સાથે બ્લોક થયેલી હૃદયની નસને ખોલવાનું ઓપરેશન એક સાથે નાના સરખા ચીરા દ્વારા થયું હોય. વાંચવામાં કે સાંભળવામાં જેટલું સરળ લાગે એટલું જ આ ઓપરેશન અઘરું અને જોખમભર્યું હતું. પરંતુ સમગ્ર કાર્ડિયોલોજી ટીમ અને સહાયક સ્ટાફ દ્વારા આયોજન અને સાવચેતીપૂર્વક અમલીકરણને કારણે અમે સફળતાપૂર્વક સર્જરી કરવામાં સફળ રહ્યા. ડૉ. સિંઘલની સાથે, કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ઝીશાન મન્સુરી અને ડૉ. જીત બ્રહ્મભટ્ટ પણ જટિલ સર્જરી કરનાર ટીમનો એક ભાગ હતા.
ડોક્ટરોનો માન્યો આભાર
દિપીકાબેનએ ડોક્ટર અને હોસ્પિટલનો આભાર માનતા કહ્યું કે, "મને ડોક્ટર સાહેબે મોતના મુખમાંથી પાછી લાવી છે. આટલી બધી જગ્યાએ ફરવા છતાં અને એટલા રૂપિયા ખર્ચવા જે કોઈ ના કરી શક્યું એ જીસીએસ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફે આયુષ્માન યોજના હેઠળ નિઃશુલ્ક કરી આપ્યું. હવે મને શ્વાસ લેવામાં પણ તકલીફ નથી પડતી અને ધબકારા પણ સામાન્ય થઇ ગયા છે. આ નવજીવન માટે ખુબ ખુબ આભાર". દિપીકાબેનને 11 દિવસ જ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ રજા આપવામાં આવી હતી. હાલ તેઓ ઘરે સ્વસ્થ જીવન ગુજારી રહ્યા છે.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. જે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે. જ્યાં આયુષ્માન યોજના હેઠળ તમામ સ્પેશિયાલિટીની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે તેમજ આયુષ્માન કાર્ડ બનાવવાની સુવિધા પણ છે.
Advertisement