Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓઢવ પોલીસ સ્ટેશનમાં 2 પોલીસકર્મી સામે જ દાખલ થયો ગુનો, જાણો શા માટે

અમદાવાદ શહેરના ઓઢવ નાકાબંધી પોઇન્ટ ખાતે બે પોલીસ કર્મી અને એક હોમગાર્ડ જવાને દાહોદથી ગાંધીનગર વિદ્યાર્થીઓ સાથે એડમિશન લેવા જઇ રહેલા કાર ચાલકને ચેકીંગના બહાને રોકીને મારામારી કરી હતી અને 6 હજાર રુપિયા બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. આ મામલો અધિકારીઓના ધ્યાનમાં આવતાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં જ 2 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ ખાતે રહેતા પંકજભાઈ પણદા પોતà
ઓઢવ પોલીસ સ્ટેશનમાં 2 પોલીસકર્મી સામે જ દાખલ થયો ગુનો   જાણો શા માટે
અમદાવાદ શહેરના ઓઢવ નાકાબંધી પોઇન્ટ ખાતે બે પોલીસ કર્મી અને એક હોમગાર્ડ જવાને દાહોદથી ગાંધીનગર વિદ્યાર્થીઓ સાથે એડમિશન લેવા જઇ રહેલા કાર ચાલકને ચેકીંગના બહાને રોકીને મારામારી કરી હતી અને 6 હજાર રુપિયા બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. આ મામલો અધિકારીઓના ધ્યાનમાં આવતાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં જ 2 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો હતો. 
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ ખાતે રહેતા પંકજભાઈ પણદા પોતાની બોલેરો ગાડીમાં  સંબંધીઓ અને વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગરની સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર ખાતે એડમિશન માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના દસ વાગે નાકાબંધી પોઇન્ટ પર હાજર પોલીસ કર્મીએ તેમને ચેકિંગના બહાને રોકી દસ્તાવેજ માંગ્યા હતા અને દસ્તાવેજ બતાવવા છતાં ગાળા ગાળી કરી અને ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી.
આ પોલીસ કર્મીઓએ કાર ચાલક પાસેથી બળજબરીપૂર્વક 6000 રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર બાબતની રજૂઆત DCP ZONE 5 તથા જેસીબી સેક્ટર -2 ગૌતમ પરમારને થતાં આરોપી પોલીસ કર્મી વિજય સિંહ બળવત સિંહ,દિપક સિંહ ઉદેસિંહ અને હોમગાર્ડ મેહુલ ગોવિંદ ભાઈ વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો તેમજ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. મામલાની તપાસ ST SC સેલ ને સોંપવામાં આવી હતી. 
 SC ST સેલ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરીનવે પોલીસ કર્મીની અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.આ ઘટનામાં પોલીસે માનવતાનો અભિગમ દાખવી ફરિયાદી સાથેના વિધાર્થીઓ અને પરિવારજનો  ભૂખ્યા હોવાથી તેમના માટે પોલીસ સ્ટેશનમાં જમવાની વ્યવસ્થા કરી હતી. વિદ્યાર્થીઓના માનસ પર ગંભીર અસર ન પડે તે માટે તેમને બુકે આપી શુભેચ્છા પાઠવી હતી..
Advertisement
Tags :
Advertisement

.