Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાણીમાં ગરકાવ થયેલી કારમાં અચાનક લાગી આગ, નજારો જોઇ સ્થાનિકો ચોંકી ગયા

વરસાદ ક્યારે આવશે... ક્યારે આવશે આ બોલી રહેલા લોકો હવે કહી રહ્યા છે કે બસ બાપલીયા તે તો હવે બહુ કરી. જીહા, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ભારે વરસાદના કારણે અમદાવાદના જીવરાજ પાર્કમાં એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં મેઘાએ ધમાકેદાર મેઘ તાંડવ કરી લોકોને મુસિબતમાં મુકી દીધà
પાણીમાં ગરકાવ થયેલી કારમાં અચાનક લાગી આગ  નજારો જોઇ સ્થાનિકો ચોંકી ગયા
વરસાદ ક્યારે આવશે... ક્યારે આવશે આ બોલી રહેલા લોકો હવે કહી રહ્યા છે કે બસ બાપલીયા તે તો હવે બહુ કરી. જીહા, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ભારે વરસાદના કારણે અમદાવાદના જીવરાજ પાર્કમાં એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. 
અમદાવાદમાં મેઘાએ ધમાકેદાર મેઘ તાંડવ કરી લોકોને મુસિબતમાં મુકી દીધા છે. શહેરમાં ચારેબાજુએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ વચ્ચે અમદાવાદના જીવરાજ પાર્કમાં એક કાર પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. આટલું જ નહીં આ કારમાં આગ પણ લાગી છે. ગરમીમાં કારને આગ લાગે તે તમે સાંભળ્યું જ હશે પરંતુ અહીં તો કાર પાણીમાં ગરકાવ હોવા છતા તેમા આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન જે પણ આ કારને આગમાં લપટાયેલી જુએ છે તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવી રહ્યો. લોકો ખૂબ આશ્ચર્યથી આ નજારો જોઇ રહ્યા છે. જોકે, આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તેમણે આ આગ પર કાબુ મેળવી લીધો છે. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારના દેવાસ ફ્લેટનો આ કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે. 
અમદાવાદ શહેરમાં સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ છે કે લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. ઘણા એવા લોકો છે કે જેઓ આ ભારે વરસાદમાં પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. આ અનારાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરો, દુકાનો, વાહનો અને સોસાયટીના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે. વળી આવા ઘણા વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.