ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Tapobhumi Gujarat Book આજની પેઢી માટે એન્સાઇક્લોપીડિયા બનશે: સાંઇરામ દવે

12-12 વર્ષના અથાગ પરીશ્રમ બાદ જે તૈયાર થયું તે જ છે તપોભૂમિઃ પત્થર બોલતા હૈ ગ્રંથ
06:07 PM Jan 03, 2025 IST | SANJAY
featuredImage featuredImage
Sairam Dave in Tapobhumi Gujarat First

તપોભૂમિ ગુજરાત. આ અદ્દભૂત, અલૌકીક, અદ્વિતીય, અનંતકાલીન ધરાને અનેક પરમાત્મા, સંતો-મહંતો-વિભૂતિઓના પાવન ચરણોએ પવિત્ર કરી છે. આ ભૂમિની માટીને તેજોમય બનાવી છે. સનાતનનું સદાકાલીન સત અને પવિત્રતા આ ધરાની રજરજમાં છે. સનાતનનો પાવન પ્રકાશ અને સુવાસ આ ધરતીના વાતવરણમાં પ્રસરેલા છે. તેનું કારણ છે આ ધરતી પર આવેલા 300થી વધુ સનાતન ધર્મસ્થાનો જેને કાળ કદાપિ મીટાવી શકશે નહીં. પરંતુ આજની વર્તમાન પેઢી અને સનાતનનું ઉજ્જવળ દેખાતું ભવિષ્ય આ ધર્મસ્થાનો અંગે અત્યંત બારિકાઈથી ચકાસણી કરેલી હકીકત જાણે તે પણ એટલું જ જરૂરી છે. અને આ માટે જ આજથી 12 વર્ષ પૂર્વે શરૂ થયો એક મહાયજ્ઞ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને આજે વિમોચનનો પ્રસંગ આવી પહોંચ્યો

મહાયજ્ઞ હતો ગુજરાતની પાવન ધરા પર અલગ અલગ સ્થળે આવેલા સનાતન ધર્મસ્થાનો, તીર્થસ્થાનોનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને તેની સચિત્ર માહિતી એકઠી કરવાનો અને એક અત્યાધુનિક ગ્રંથ તૈયાર કરવાનો. આ પ્રયાસમાં આગળ જતાં ઉમેરાયું તેનું ઓડિયો-વીડિયો વર્ઝન. અંતે 12-12 વર્ષના અથાગ પરીશ્રમ બાદ જે તૈયાર થયું તે જ છે તપોભૂમિઃ પત્થર બોલતા હૈ ગ્રંથ. લાંબી મહેનત બાદ કંડારાયેલા આ આકર્ષક ગ્રંથના વિમોચનની ક્ષણ આજે આવી પહોંચી છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં જેમની સરકાર વિકાસની એક નવી ગાથા તૈયાર કરી રહી છે તેવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને આજે વિમોચનનો પ્રસંગ આવી પહોંચ્યો છે. આ ક્ષણના સાક્ષી બનવાનું આપણે સહુને સૌભાગ્ય સાંપડ્યું છે.

વેદ મંત્રો ઉચ્ચાર દ્વારા પ્રસંગની ભવ્ય શરૂઆત કરાવામાં આવી

વેદ મંત્રો ઉચ્ચાર દ્વારા પ્રસંગની ભવ્ય શરૂઆત કરાવામાં આવી છે. જેમા જાણીતા લોક સાહિત્યકાર સાંઇરામ દવેભાઇએ પ્રસંગમાં સંબોધન કરી પવિત્ર પળને આગળ વધારી હતી. પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સાંઇરામ દવેએ ભારત માતા કી જય સાથે સંબોધનની શરૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે વિવેકભાઇ સાથે દોસ્તીનો નાતો આમ તો જુનો છે અને જુદી જુદી ચેનલોની સફરમાં અમે જ્યારે મળતા હોય ત્યારે એક દેશ ભક્ત તરીકે તેમનુ મારા દિલમાં એક અલગ સ્થાન છે. વિવેકભાઇએ જ્યારે મને વાત કરી કે તપોભૂમિ જેવું એક સરસ મજાનું ગુજરાતના ઇતિહાસમાં 300 જેટલા મંદિરોને ડિજિટલાઇઝેશન કરી એક એવુ પુસ્તક બહાર પાડવામાં આવી રહ્યું છે કે આવનારી પેઢીઓને કામ લાગશે ત્યારે આપણે વિવેકભાઇની મહેનતને વધાવવી જોઇએ. એક સંતના હાથે પુસ્તકનું વિમોચન હોય તેવા ઘણાય વિમોચન આપણે બધાએ જોયા છે પણ આટલા ભગવાન કારણ કે આ મંદિરોનું પુસ્તક છે કોઇ એક મંદિરનું નહિ પણ 300 જેટલા મંદિરો જુદા જુદા સંપ્રદાયો અને જુદી જુદી પ્રણાલીને ભેગી કરી એક પુસ્તકમાં વિવેકભાઇએ સ્થાન આપ્યું હોય ત્યારે આ વાતને વધાવવી જોઇએ.

સંતો મહંતો, કલાકારો તથા રાજકારણીઓ સાથે ઘણા લોકો અહિ આવ્યા છે

સંતો મહંતો, કલાકારો તથા રાજકારણીઓ સાથે ઘણા લોકો અહિ આવ્યા છે ત્યારે આપડા આ મંદિરો આપડા શ્રદ્ધાના પાવર સ્ટેશન છે જ્યાથી આપણને પાવર મળ્યો છે. ત્યારે આતતાઈઓએ 1200 વર્ષમાં આ મંદિરોના વૈભવને જોઇને દેશ પર આક્રમણ કર્યા છે કેટલી વખત કેટલાય મંદિરો તોડવામાં આવ્યા તેનો ઇતિહાસ આપણે ભણી ચુક્યા છીએ. ઘણી વખત એનો ઇતિહાસ પણ આપણને ભણાવવામાં નથી આવ્યો તેના ષડયંત્રમાં આપડે નથી પડવુ પણ આ મુદ્દો ના પત્થરો તોડી શક્યા છે પણ 1200 વર્ષની આ મંદિરો સાથેની ભારતીઓની આસ્થાને કોઇ તોડી શક્યું નથી તે આ પુસ્તક તેનું પ્રમાણે છે.

આ પણ વાંચો: Tapobhumi Book Launch: સનાતનનાં આધારસ્તંભ સમાન વિશ્વ પ્રસિદ્ધ સંતો હાજર

આ પુસ્તક આજની પેઢી માટે એન્સાઇક્લોપીડિયા બનશે

વિવેકભાઇ આજના જમાનાના જર્નાલિસ્ટ છે જે આ રીતે મંદિર પર વિશેષ પુસ્તક લખતા હોય તે વાતને હું બિરદાઉ છુ. આ પુસ્તક આજની પેઢી માટે એન્સાઇક્લોપીડિયા બનશે. આ બુકનો ફાયદો એ છે કે કોઇ મંદિરે જાવાનો મને સમય નથી તો હું એક બારકોડ સ્કેન કરી મને તે મંદિરની યાત્રા વર્ચ્યુઅલ રીતે ડ્રોન શોર્ટમાં મળે એમ નહિ કે માત્ર મોબાઇલમાં શુટ કરેલી હોય આવુ એક અદ્ભૂત પુસ્તકનું જ્યારે વિમોચન થઇ રહ્યું છે ત્યારે સનાતન ધર્મ માટે આ એક અદભૂત ઘટના છે. પુસ્તકના પ્રાગ્ટય સમયે એક કવિતા બોલવી છે હિન્દૂ એટલે શું.... હમ સબ કી સોચને વાલે હે, હમ પ્રેમ શૌર્ય કે પ્યાલે હે, છેડો ગે તો ભુચાલે હૈ, માનવતાની મશાલે હૈ, હમ હિન્દૂ હે મતવાલે હૈ હમ ધર્મ સનાતન વાલે હૈ, સદેવ સબકે દિલ કો જીત કે યે ઇતિહાસ સજાયા હૈ, આજ તલક હમને કહી જાગે આતંક મચાયા હૈ, બ્રહ્મજ્ઞાન કી વિદ્યા સે બહુધાને ઇશ્વર પાયા હૈ, સત્ય પ્રેમ કરુણા કા અમૃત સહ જગમે ફેલાયા હૈ, હમને ઉસુલ પાલે હૈ તભીતો પૈરોમે છાલે હૈ.... હમ હિન્દૂ હૈ મતવાલે હૈ હમ ધર્મ સનાતન વાલે હૈ.... શુભકામના સાથે આવા પુસ્તકો સનાતન ધર્મના આપડી આ જ્યોતની અંદર દિવેલ જેવુ કામ કરશે એવી મારી શ્રદ્ધા છે.

આ પણ વાંચો: Tapobhumi Book Launch : તપોભૂમિ પુસ્તક દ્વારા ડૉ.વિવેક કુમાર ભટ્ટે રાષ્ટ્રને અનન્ય આહુતી આપી છે

 

Tags :
EncyclopediaGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsSairam DaveTapobhumi Gujarat BookTop Gujarati News