Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદ્રયાન-3નું સફળ પ્રક્ષેપણ; ગુજરાત સાયન્સ સિટીમાં કરાયું લાઈવ ટેલિકાસ્ટ

14 જુલાઈનો દિવસ આપણા સહુ માટે ગૌરવભર્યો દિવસ રહ્યો. ઈસરો દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2 વાગ્યાને 35 મિનિટે ચંદ્રયાન–3નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં પણ ખાસ...
ચંદ્રયાન 3નું સફળ પ્રક્ષેપણ  ગુજરાત સાયન્સ સિટીમાં કરાયું લાઈવ ટેલિકાસ્ટ

14 જુલાઈનો દિવસ આપણા સહુ માટે ગૌરવભર્યો દિવસ રહ્યો. ઈસરો દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2 વાગ્યાને 35 મિનિટે ચંદ્રયાન–3નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા. ઈસરોના વૈજ્ઞાનિક રીતેશ શર્મા અને ડો. સી.એમ. નાગરાણીએ વિદ્યાર્થીઓને ચંદ્રયાન મિશન વિશે વિસ્તારથી માહિતી આપી હતી.

Advertisement

ઈસરોના વૈજ્ઞાનિકે આપી જાણકારી

રીતેશ શર્માએ જણાવ્યું કે આ પહેલાં આપણે ચંદ્ર પર ઓર્બિટર મોકલ્યું હતું. અને ઓર્બિટરે જે પણ ઈમેજીસ મોકલી તેના પરથી એ તારણ નીકળ્યું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી મળવાની સંભાવના વધારે છે. અને ત્યાં માનવ જાતિના વસવાટની સંભાવના જોઈ શકાય છે. ચંદ્રયાન-2 વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ચંદ્રયાન-2માં આપણે ઓર્બિટર અને લેન્ડર મોકલ્યું. જે ઓર્બિટર થકી આપણને હાઈરીઝોલ્યુશન વાળી ઈમેજીસ મળી જે 30 સેન્ટીમીટરની સૌથી શ્રેષ્ઠ ઈમેજ હતી. જો કે તેનું લેન્ડર ચંદ્ર પર લેન્ડ નહોતું થઈ શક્યું અને તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે અનુભવ પરથી ખૂબ જ સાવચેતીથી ચંદ્રયાન-3નું નિર્માણ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3માં લેન્ડર અને રોવર મોકલવામાં આવ્યું છે. જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને ત્યાંના વાતાવરણ તેમજ સપાટી વિશે આપણને માહિતી મોકલશે. જે આપણને ઘણી ઉપયોગી થશે.

ભારત ચંદ્ર પર ઉતરનારો ચોથો દેશ બનશે

સી.એમ. નાગરાણીએ જણાવ્યું કે પ્રક્ષેપણ દરમિયાન સૌથી મહત્વનું કામ LVM-3 રોકેટનું હતું. અને રોકેટે પોતાનું કામ સફળતાથી પૂર્ણ કર્યું છે. ચંદ્રયાનને જ્યાં સુધી પહોંચાડવાનું છે ત્યાં સુધી રોકેટે સફળતાથી પહોંચાડી દીધું છે. હવે ચંદ્રયાનનુ ચંદ્ર તરફ પ્રયાણ શરૂ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે જ્યારે યાન ચંદ્રની 100 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં પહોંચશે ત્યારે લેન્ડર અને પ્રોપલ્ઝન મોડ્યુલ છૂટા પડી જશે. ત્યાર બાદ લેન્ડર ધીમું પડીને ચંદ્રની 30 કિમીની કક્ષામાં આવશે ત્યાર બાદ અને પછી 23 ઓગસ્ટ આસપાસ ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પર એરક્રાફ્ટની જેમ ઉતરાણ કરશે. મહત્વનું છે કે ભારત પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્રની સપાટી પર ઉતરવામાં સફળ રહ્યા છે. જો ભારતનું ચંદ્રયાન-3 સફળ રહેશે તો ભારત આ ક્લબમાં પ્રવેશનાર ચોથો દેશ બનશે.

Advertisement

સાયન્સ સીટીમાં લાઈવ ટેલિકાસ્ટ

ઈસરો દ્વારા કરવામાં આવેલા ચંદ્રયાન-3ના પ્રક્ષેપણનું ગુજરાત સાયન્સ સિટીમાં પણ ઓડિટોરિયમ, રોબોટિક્સ ગેલેરી, હોલ ઓફ સાયન્સ હોલ ઓફ સ્પેસ સહિતની જુદી જુદી જગ્યાએ લાઈવ ટેલિકાસ્ટ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ હાજર રહ્યા. અને ભારતના ચંદ્રયાનનું સફળ પ્રક્ષેપણ જોઈને ગૌરવની લાગણી અનુભવી. આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો. વ્રજેશ પરીખ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર હાર્દિક ગોહેલે હાજર રહેલા દરેક વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

Advertisement

આ પણ વાંચો : જાણો, CHANDRAYAAN-3 મિશનના લિડર S. SOMANATH ની સેલેરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.