અમદાવાદમાં (Ahmedabad) સમરસ હોસ્ટેલમાં (Samras Hostel) વિદ્યાર્થીઓના ભોજન અને પાણીના વિવિધ પ્રશ્નો મુદ્દે ABVPએ અવાજ ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓને જમવા, પાણી અને સાફસફાઈ જેવી બાબતોમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્ને ABVPએ વિરોધ કર્યો છે.ભોજનહોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જમવાના (Food) ટાઈમટેબલ પ્રમાણે મેનુ આવતું નહોતું તેમજ ખીચડી બરોબર બનાવવામાં આવતી નથી અને જ્યાં રસોઈ બનાવà
અમદાવાદમાં (Ahmedabad) સમરસ હોસ્ટેલમાં (Samras Hostel) વિદ્યાર્થીઓના ભોજન અને પાણીના વિવિધ પ્રશ્નો મુદ્દે ABVPએ અવાજ ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓને જમવા, પાણી અને સાફસફાઈ જેવી બાબતોમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્ને ABVPએ વિરોધ કર્યો છે.
ભોજન
હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જમવાના (Food) ટાઈમટેબલ પ્રમાણે મેનુ આવતું નહોતું તેમજ ખીચડી બરોબર બનાવવામાં આવતી નથી અને જ્યાં રસોઈ બનાવવામાં આવે છે ત્યાં ભોજનાલયમાં ચોખ્ખાઈનો અભાવ જોવા મળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો.
પાણી
હોસ્ટેલમાં પાણી (water) આવવાનો સમય ખુબ ઓછો હોવાથી બાથરૂમમાં ઓછા પ્રમાણમાં નહાવાનું પાણી આવે છે અને કપડા ધોવા માટે પાણી મળતું નથી. જ્યારે અમુક બાથરૂમના નળ તુટેલા હોવાથી મોટા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય છે.
સાફસફાઈ અને અન્ય સંસાધનો
હોસ્ટેલમાં સાફસાફાનો અભાવ હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યાં છે. સફાઈ સ્ટાફ પોતુ કરતી વખતે ફિનાઈલ અને સમયાંતરે પાણી નહી બદલાવતા હોવાથી હોસ્ટેલમાં પુરતી સ્વચ્છતા જળવાતી નથી. તે લાઇબ્રેરીમાં અપૂરતા પુસ્તકો અને સાફસફાઈ નો અભાવ, રમત ગમતના તથા જીમના સાધનોનો અભાવ અને સાયબર રૂમમાં કોમ્પ્યુટરનો અભાવ છે.