Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખાખી પર ડાઘ, સાબરમતીમાં PSI સહિત 4 પોલીસકર્મી રંગેહાથ જુગાર રમતા ઝડપાયા

અમદાવાદના એલીસબ્રિજ વિસ્તારમાં ચાલતા હુક્કાબારમાં પોલીસકર્મીઓ હુક્કાની મજા માણતા હોવાની ચર્ચા હજુ ભુલાઈ નથી તેવામાં સાબરમતી વિસ્તારમાં જુગારધામમાં જુગારી બનીને જુગાર રમતા રંગેહાથ પોલીસકર્મીઓ ઝડપાતા સમગ્ર પોલીસ વિભાગ સામે સવાલો ઉભા થયા છે. અત્યાર સુધી અનેક એવી ઘટનાઓ બની છે જેમાં પોલીસ અને બુટલેગરની મિલીભગત સાબિત થઈ છે ત્યારે હવે જુગારના અડ્ડામાં જુગારી બનીને પોલીસ જ જુàª
ખાખી પર ડાઘ  સાબરમતીમાં psi સહિત 4 પોલીસકર્મી રંગેહાથ જુગાર રમતા ઝડપાયા
અમદાવાદના એલીસબ્રિજ વિસ્તારમાં ચાલતા હુક્કાબારમાં પોલીસકર્મીઓ હુક્કાની મજા માણતા હોવાની ચર્ચા હજુ ભુલાઈ નથી તેવામાં સાબરમતી વિસ્તારમાં જુગારધામમાં જુગારી બનીને જુગાર રમતા રંગેહાથ પોલીસકર્મીઓ ઝડપાતા સમગ્ર પોલીસ વિભાગ સામે સવાલો ઉભા થયા છે. અત્યાર સુધી અનેક એવી ઘટનાઓ બની છે જેમાં પોલીસ અને બુટલેગરની મિલીભગત સાબિત થઈ છે ત્યારે હવે જુગારના અડ્ડામાં જુગારી બનીને પોલીસ જ જુગાર રમશે તો જુગારીઓને કોણ પકડશે તે પણ મોટો પ્રશ્ન છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ડી કેબીન વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડ્યું છે. જે રેડમાં સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે ઝડપાયેલા 12 જુગારીઓમાં 4 તો પોલીસકર્મીઓ છે. સાબરમતી વિસ્તારમાં વર્ષોથી જુગારધામ ચલાવતા બાબુ દાઢીને જાણે કે સ્થાનિક પોલીસ અને પીસીબીનો ડર જ ન હોય તેમ બેરોકટોક જુગારધામ ચલાવવામાં આવતુ હતુ.
સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડીને રોકડ રકમ 1.80 લાખ, એક ક્રેટા ગાડી, બે ટુ વ્હીલર મળી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, પકડાયેલા 9 જુગારીઓમાંથી 4 પોલીસકર્મીઓ હોવાનું ખુલતા પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ધર્મેન્દ્રસિંહ પરમાર – હથિયારી PSI, ખેડા, ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ હિંમતસિંહ ચંપાવત, નરોડા પોલીસ મથકના હેડ કોન્ટેબલ હિતેન્દ્રસિંહ તખતસિંહ, શહેર પોલીસ કંટ્રોલ રૂમ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
સ્ટેટ મોંનટરિંગ સેલે અગાઉ પણ અનેક વખત બાબુ દાઢીના જુગારધામ પર રેડ પાડી કાર્યવાહી કરી છે, છતાં ગુનેગાર જાણે કે પોલીસથી પણ ઉપર હોય તેમ જેલમાંથી છુટી ફરી પોતાનું જુગારધામ શરૂ કરી નાખે છે અને જો તેના ત્યાં પોલીસકર્મીઓ જ જુગાર રમતા આવતા હોય તો તેને કઈ બાબતનો ડર રહે તે પણ ચર્ચાનો વિષય છે.
સુરતમાં સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપાયેલા હાઈ પ્રોફાઈલ જુગારધામમાં પીઆઈ, પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેવામાં અમદાવાદના આ જુગારધામમાં ઝડપાયેલા પોલીસકર્મીઓને ક્યારે સસ્પેન્ડ કરવામાં આવે છે તે જોવું રહ્યું. થોડા સમય પહેલા દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ ઝડપાયેલા જુગારધામમાં પીઆઈ, પીએસઆઈ સહિત આખા ડી સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારે આ કેસમાં રાજ્ય પોલીસ વડા, કે શહેર પોલીસ કમિશનર શું પગલાં લે છે તે તો આવનારો સમય જ બતાવશે.
Advertisement
Tags :
Advertisement

.