Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિન્ઝો આબેએ અમદાવાદની મુલાકાત દરમિયાન લાયબ્રેરી ગિફ્ટ કરી હતી

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું શુક્રવારે થયેલા જીવલેણ હુમલામાં નિધન થયું છે. શિન્ઝો આબે ભારતના ખાસ મિત્ર હતા અને તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમની પત્ની સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેઓ અમદાવાદ પણ આવ્યા હતા. અમદાવાદ સ્થિત ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ માલતીબેન મહેતાએ તેમની મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતા. અમદાવાદની સંસ્થા એએમએમà
શિન્ઝો આબેએ અમદાવાદની મુલાકાત દરમિયાન લાયબ્રેરી ગિફ્ટ કરી હતી
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું શુક્રવારે થયેલા જીવલેણ હુમલામાં નિધન થયું છે. શિન્ઝો આબે ભારતના ખાસ મિત્ર હતા અને તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમની પત્ની સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેઓ અમદાવાદ પણ આવ્યા હતા. અમદાવાદ સ્થિત ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ માલતીબેન મહેતાએ તેમની મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતા. 
અમદાવાદની સંસ્થા એએમએમાં ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ માલતીબેન મહેતાએ કહ્યું કે, 2017માં તેઓ જાપાન ખાતે ડેલીગેશન લઇને ગયા હતા ત્યારે વિદ્યાર્થીઓએ ગુજરાતી અને જાપાનીઝ ભાષામાં ગીત બનાવ્યું હતું. કેમ છો કોનીચીવ ગીત તે સમયે ભારે લોકપ્રિય થયું હતું. 
તેમણે સંસ્મરણો વાગોળતાં વધુમાં કહ્યું કે, જાપાનના વડાપ્રધાન તરીકે શિન્ઝો આબે તેમના પત્ની સાથે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે અમદાવાદની પણ મુલાકાત લીધી હતી. તેમના પત્ની એએમએમાં આવ્યા હતા. શિન્ઝો આબેના પત્ની 3 કલાક સુધી એએમએમાં રોકાયા હતા અને તેમણે ગીત પણ ગાયું હતું. 
એએમએમાં ત્રણ કલાકના ગાળામાં ત્રણ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કલ્ચર એક્સચેન્જનો પણ કાર્યક્રમ યોજાયો હતો. ઓરીગામીની નામની પ્રસિદ્ધ જાપાનીઝ પેપર ક્રાફ્ટ કળાની સ્પર્ધા યોજાઇ હતી જેમાં 6 વિદ્યાર્થીને ગિફ્ટ અપાઇ હતી. શિન્ઝો આબેના પત્ની ખાસ જાપાનથી ગિફટ લઇને આવ્યા હતા. 
તેમણે કહ્યું કે, શિન્ઝો આબેએ લાયબ્રેરી ગિફ્ટ આપી હતી જેમાં તેમણે પોતે લખેલી akie abeનો પણ સમાવેશ થાય છે. આ બુકમાં તેમણે પોતાની રાજકીય સફરની વાતો લખેલી છે. ઇન્ડો જાપાન કલ્ચરલ એસોસિએશનના પ્રેસિડેન્ટ મુકેશ પટેલ શિન્ઝો આબેને મળ્યા હતા. તેમની સાથે તેમણે ભોજન પણ લીધું હતું. 
Advertisement
Tags :
Advertisement

.