સાણંદ પાલિકાના અણઘડ આયોજનથી રહિશો હજું પણ પાણીમાં રહેવા મજબૂર..!
અહેવાલ--પ્રદિપ કચીયા, અમદાવાદ શુક્રવારે સાંજે અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે સાણંદમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ રોકાયે 12 કલાક વીતી ગયા હોવા છતાં હજું પણ સાણંદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી...
અહેવાલ--પ્રદિપ કચીયા, અમદાવાદ
શુક્રવારે સાંજે અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે સાણંદમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ રોકાયે 12 કલાક વીતી ગયા હોવા છતાં હજું પણ સાણંદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સાણંદ નગરપાલિકાના અણઘડ આયોજનના કારણે સ્થાનિક રહિશો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે.
લોકોની કફોડી સ્થિતિ
સાણંદમાં ભારે વરસાદના કારણે લોકોની કફોડી સ્થિતિ જોવા મળી રહી છે. સાણંદના કોલટ રોડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જો કે નવાઇની વાત એ છે કે સાણંદ નગરપાલિકાના પાપે 12 કલાક વીતી ગયા પછી પણ પાણીનો હજું નિકાલ થયો નથી અને હજું પણ સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. 12 કલાક બાદ પણ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનો સુધારો જોવા મળતો નથી.
વારંવાર તંત્રને રજૂઆતો
સાણંદમાં મોટાભાગની સોસાયટીઓની આસપાસ પાણીનો ભરાવો થઇ ગયો છે જેના કારણે સ્થાનિક રહિશો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ આ મામલે વારંવાર તંત્રને રજૂઆતો કરી છે છતાં કોઇ પગલાં લેવાયા નથી.
આડેધડ બાંધકામને લઇને આ સમસ્યા
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં આડેધડ બાંધકામને લઇને આ સમસ્યા વારંવાર સર્જાય છે. સાણંદ પાલિકા દ્વારા એવું અણઘડ આયોજન કરાયું છે કે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. પાણીના નિકાલ માટેની ડ્રેનેજ સિસ્ટમમાં સફાઈ માટે તંત્રની ઉદાસીનતાના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
Advertisement