Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રસ્તે રઝળતી પરપ્રાંતિય વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવાયો, જાણો કેવી રીતે

અમદાવાદમાં 3 દિવસથી રસ્તો ભુલી ગયેલા રાજસ્થાનના વૃદ્ધાને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેમના પરિવાર સાથે મેળાપ કરાવાયો હતો. વૃદ્ધાને તેમના ઘર સુધી પહોંચાડાયા હતા. તેમની ભાષા સમજી શકાય તેમ ન હતી જેથી તેમનો પરિવાર ક્યાં છે તેની માહિતી મળતી ન હતી. આખરે તેમણે પહેરેલા ગળાના લોકેટના આધારે સખી વન સ્ટોપ સેન્ટરને સફળતા મળી હતી. જાણો શું હતી ઘટના મહિલાઓને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાના સમાધàª
રસ્તે રઝળતી પરપ્રાંતિય વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવાયો  જાણો કેવી રીતે
અમદાવાદમાં 3 દિવસથી રસ્તો ભુલી ગયેલા રાજસ્થાનના વૃદ્ધાને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેમના પરિવાર સાથે મેળાપ કરાવાયો હતો. વૃદ્ધાને તેમના ઘર સુધી પહોંચાડાયા હતા. તેમની ભાષા સમજી શકાય તેમ ન હતી જેથી તેમનો પરિવાર ક્યાં છે તેની માહિતી મળતી ન હતી. આખરે તેમણે પહેરેલા ગળાના લોકેટના આધારે સખી વન સ્ટોપ સેન્ટરને સફળતા મળી હતી. 
જાણો શું હતી ઘટના 
મહિલાઓને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાના સમાધાનનુ સચોટ સ્થળ એટલે અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર. સખી વન સ્ટોપ સેન્ટર ફેબ્રુઆરી 2019 થી કાર્યરત થયુ છે અને 2022ની આજની તારીખ સુધીમાં 925 મહિલાઓને આ સેન્ટર થકી મદદ મળી છે અને તેમની સમસ્યાઓનુ સમાધાન પણ થયુ છે. આજે ફરી વાર સખી સેન્ટરે એક વૃદ્ધ મહિલાને તેના ઘર સુધી પહોચાડવાનુ મહત્વનું કામ કર્યુ છે. આ વૃદ્ધ મહિલા  રાજસ્થાનથી અમદાવાદ પહોંચ્યા તો ખરા પરંતુ આરટીઓ બસમાંથી ઉતર્યા અને રસ્તો ભુલી ગયા.3 દિવસ સુધી  અમદાવાદના રસ્તાઓ પર તેઓ રઝળ્યા હતા. 
કેવી રીતે મળી સફળતા
60 વર્ષની આસપાસની એક મહિલા રાજસ્થાનથી બસમાં બેસી અને અમદાવાદ પહોંચ્યા. બસમાંથી આરટીઓ હિમાલયા મોલ પાસે ઉતર્યા અને પછી  રસ્તો ભુલી ગયા. 3 દિવસથી રસ્તે રઝળતા મહિલાની હાલત કફોડી બની.. રાણીપ પોલીસની મદદથી તે મહિલાને આશ્રય માટે સખી સેન્ટર ખાતે મોકલી અપાયા. પરંતુ સખી સેન્ટરના મહિલા કાઉન્સીલર તેમના સાચા અર્થમાં સખી બન્યા અને તેમણે મહિલાને તેમના ઘર સુઘી પહોચાડવાના પ્રયત્નો શરુ કર્યા. તેમની ભાષા સમજવી અઘરી હતી તેથી તેમની સાથે વાતચીત પણ સફળ ન રહી ત્યારે તેમના પરીવારનો પત્તો સખી સેન્ટરના કાઉન્સિલરે લગાવ્યો મહિલાના ગળામાં પહેરેલા લોકેટ પરથી.
લોકેટ બન્યું માધ્યમ  
સખી વન સ્ટોપ સેન્ટરના એડમીન પ્રીતી મોદીએ જણાવ્યુ કે મહિલાની ભાષા સમજમાં ન આવતી હોવાથી તેમના ગળામાં રહેલ લોકેટ પરથી અમને લીંક મળી. તે લોકેટ સંતરામબાપુ આશ્રમનું હતુ. ગુગલ પર સર્ચ કરી સંતરામ આશ્રમનો અમે કોન્ટેક્ટ નંબર મેળવ્યો. ત્યાથી માણસો બોલાવી બેન સાથે તેમની ભાષામાં કાઉન્સીલીંગ કરાવ્યું અને અમે પરીવારજનો સાથે તેમનુ મિલન કરાવવામાં સફળ થયા.કાઉન્સીલીંગમાં તેમના  દિકરાનુ રાજસ્થાનનુ એડ્રેસ મળી આવ્યુ. અને તેમનો કોન્ટેક્ટ કરતા તેઓ તેમને લેવા માટે આવ્યા. અમને  ખુશી છે કે બા તેમના ઘરે પરત ફરી શક્યા અને અમારો પ્રયાસ પણ સફળ રહ્યો. 
લગ્ન બાહ્ય સંબંધના કિસ્સામાં ચિંતાજનક વધારો
આવા તો અહી કેટલાય રોચક કિસ્સા રોજેરોજ બનતા હોય છે. સખી વન સ્ટોપ સેન્ટરના એડમીન પ્રીતી મોદીનું કહેવુ છે કે છેલ્લા 6 મહિનાથી મેરેજ પછીના અફેરના ઘણા કેસ સામે આવ્યા છે તે ચિંતાજનક છે . મહિલાઓ સમજવા તૈયાર હોતી નથી પરંતુ અમારે અહીંયા કાઉન્સીલીંગ બાદઅને  2-3 દિવસ આશ્રય લીધા બાદ તેને સમજાવવામાં મોટે ભાગે અમે સફળ થયા છીએ અને તેમનુ પુનસ્થાપન અમે કરાવી શક્યા છીએ.. 
સખી વન સ્ટોપ સેન્ટરમાં કેવી મહિલાઓને મળે છે મદદ
રસ્તે રઝળતી મહિલા હોય કે ભિખારી મહિલાઓ હોય, કે કોઈ હિંસાથી પીડીત મહિલાઓ હોય, અથવા તો  પોલીસ તરફથી આશ્રય માટે મોકલવામાં આવતી મહિલાઓ હોય, તેમની સમસ્યાઓના સોલ્યુશન કરવા માટે સખી વન સ્ટોપ સેન્ટરની સખીઓ સદૈવ તૈયાર હોય છે.  અહી આવતી મહિલાઓમાં કોઈ મહિલા ઘરેલુ હિંસાથી પીડિત હોય, રોડ પર રઝળતી મહિલા હોય, તેને  પોલીસ પ્રોટેક્શનની જરુર હોય, 17 થી 20 વર્ષની ઘરેથી ભાગેલી દિકરીઓના કેસ, જેવા અલગ અલગ પ્રકાર ના કેસો અહીં આવતા હોય છે. લીગલ મદદ કે કોઈ પણ બનતી તમામ સેવાઓ મહિલાઓને અહીથી આપવામા આવે છે.  અમદાવાદ કલેક્ટર કચેરી  મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા સંચાલિત આ સેન્ટર પર 3 વર્ષમાં 925 મહિલાઓની સમસ્યાઓના સમાધાન અહીથી થયુ છે એટલે કે એવરેઝ રોજની એક મહિલાને અહીથી મદદ મળી રહે છે. જો કે પીડિત મહિલાઓની વધી રહેલી સંખ્યા સમાજ માટે લાલબત્તી સમાન છે..
Advertisement
Tags :
Advertisement

.