Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રથયાત્રામાં પ્રથમ વખત હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરાશે, જમીનથી 150 મીટર ઉંચે ઉડશે હેલિકોપ્ટર

અમદાવાદ શહેરની ઓળખ સમી અષાઢી બીજની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખાસ કરીને હાલની કેટલીક ઘટનાઓ અને આતંકી ધમકીના કારણે આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા વધાારે સઘન કરવામાં આવી છે. ત્યારે રથયાત્રામાં આ વર્ષે  ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરવામાં આવશે. જેના ભાગરુપે જ પ્રથમ વખત રથયાત્રામાં
રથયાત્રામાં પ્રથમ વખત હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરાશે  જમીનથી 150 મીટર ઉંચે ઉડશે હેલિકોપ્ટર
અમદાવાદ શહેરની ઓળખ સમી અષાઢી બીજની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખાસ કરીને હાલની કેટલીક ઘટનાઓ અને આતંકી ધમકીના કારણે આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા વધાારે સઘન કરવામાં આવી છે. ત્યારે રથયાત્રામાં આ વર્ષે  ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરવામાં આવશે. જેના ભાગરુપે જ પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું મોનિટરીંગ કરવામાં આવશે. 
અમદાવાદ પોલીસ દ્વારા આ માટે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ભાડે રાખવામાં આવ્યું છે. જેમાં બેસીને પોલીસ દ્વારા રથયાત્રાનું નિરીક્ષણ કરશે. રિવર ફ્રન્ટ પર અત્યારે એરોટ્રાન્સ કંપનીના હેલોકપ્ટરની રાઇડ ચાલી રહી છે. જે હેલિકોપ્ટર અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા માટે ભાડે લેવામાં આવશે. રથયાત્રાના દિવસે 3 કલાક જેટલા સમય માટે પોલીસ આ હેલિકોપ્ટર ભાડે લેશે. પોલીસ અધિકારીઓ તેમાં બેસીને રથયાત્રાના રુટ પર નિરીક્ષણ કરશે.
સામાન્ય રીતે હેલિકોપ્ટર જમીનથી વધુ ઊંચાઈએ ઉડે છે, પરંતુ રથયાત્રાના દિવસે હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરવાનું હોવાથી 150 મીટર ઊંચાઈ પર ઉડી શકે તે માટે ATC પાસે પરવાનગી પણ માંગવામાં આવી છે. રથયાત્રા પૂર્વે આજે અમદાવાદ પોલીસના કમિશનર, ક્રાઈમ JCP, સેકટર 1 અને 2 JCP, ટ્રાફિક JCP દ્વારા હેલિકોપ્ટરમાં બેસીને રથયાત્રાના રૂટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં રથયાત્રાના દિવસને લઈને અધિકારીઓએ ચર્ચા કરી હતી. રથયાત્રાના દિવસે અલગ અલગ ટીમ હેલિકોપ્ટરમાં બેસીને નિરીક્ષણ કરશે. હવે ગુરુવારે હેલિકોપ્ટરમાં બેસીને પોલીસ દ્વારા ફાઇનલ રિહર્સલ કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.