કોરોનાનાં કેસ ઘટતા આખરે લાંબા સમયગાળા બાદ પ્રિ સ્કૂલો શરૂ થઈ
છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીનાં કારણે શાળાઓ બંધ રાખવામાં આવી હતી અને ઓફલાઈન
શિક્ષણ બંધ રાખવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓ માટે ઘરે જ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં
આવ્યુ હતુ. જ્યારે હવે કોરોનાનાં કેસો ઘટ્યા છે જેથી શાળાઓ ફરી શરૂ થઈ છે. તેમાં
પણ આજથી પ્રિ સ્કૂલો શરૂ કરવામાં આવી છે.
2 વર્ષનાં લાંબા સમયગાળા બાદ નાના
ભૂલકાઓએ શાળામાં પ્રવેશ કર્યો છે. જેથી બાળકો પણ આનંદિત થયા છે. શાળાઓમાં જઈને
બાળકોએ પણ અલગ-અલગ એક્ટીવિટી શરૂ કરી છે. મણીનગર ખાતે આવેલી વેદાંત સ્કૂલ ખાતે નાના ભૂલકાઓનું ખાસ ધ્યાન રાખવા માટે શાળાઓ પણ ધ્યાન રાખીને કામગીરી
કરી રહી છે. જેમાં બાળકોને સેનેટાઈઝેશનનો ઉપયોગ કરાવીને વધુ બાળકો એક વર્ગમાં ભેગા
ન થાય તેનુ પણ ઘ્યાન રાખવામાં આવી રહ્યુ છે. એક ક્લાસમાં 10 વિદ્યાર્થીઓને
જ સામેલ કરવામાં આવી રહ્યા છે. ઘણી પ્રિ સ્કૂલો આટલા સમયમાં બંધ થઈ ગઈ છે. ત્યારે નાના બાળકોને જ્ઞાન
સાથે ગમ્મત મળે તે પણ જરૂરી છે. બાળકોની સાથે શાળાઓ અને વાલીઓ પણ ધ્યાન રાખે તે
જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીનાં કારણે દુનિયાભરમાં કરોડો
લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મહામારીની સૌથી વધુ અસર દુનિયાનો સૌથી વિકસિત દેશ
ગણાતો અમેરિકા છે. અમેરિકામાં કોરોનાનાં કુલ કેસ આજે 7.8 કરોડને પાર કરી ગયા છે. જ્યારે
આ મહામારીથી કુલ 9.24 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. વળી જો ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં
કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 30,615 કોરોનાનાં પોઝિટિવ
કેસ નોંધાયા છે જયારે, 514 દર્દીઓનાં મૃત્યુ છે અને
82,988 દર્દીઓ સજા થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં પોઝિટિવ
કેસની કુલ સંખ્યા હવે ઘટીને 3,70,240 પર આવી
ગઈ છે.