ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમની આજથી શરૂઆત, આવી છે વ્યવસ્થા

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામીજીના 100માં જન્મ મહોત્સવને લઈને કાર્યક્રમની આજથી થશે ભવ્યાતી શરૂઆત થવાની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી દ્વારા મંત્રો, વિધીથી સાંજના સમયે રીબીન કટ કરીને આ કાયક્રમને ખુલ્લો મુકવામાં આવશે.પ્રવેશદ્વાર15 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરી સુધી ચાલનારો આ શતાબ્ધી મહોત્સવ કે જેમાં લાખો ભક્તો હાજરી આપશે. જેની ઘણી ખાસીયતો પણ છે. મહોત્સવ માટે નિર્માàª
10:51 AM Dec 14, 2022 IST | Vipul Pandya
અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામીજીના 100માં જન્મ મહોત્સવને લઈને કાર્યક્રમની આજથી થશે ભવ્યાતી શરૂઆત થવાની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી દ્વારા મંત્રો, વિધીથી સાંજના સમયે રીબીન કટ કરીને આ કાયક્રમને ખુલ્લો મુકવામાં આવશે.
પ્રવેશદ્વાર
15 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરી સુધી ચાલનારો આ શતાબ્ધી મહોત્સવ કે જેમાં લાખો ભક્તો હાજરી આપશે. જેની ઘણી ખાસીયતો પણ છે. મહોત્સવ માટે નિર્માણ કરવામાં આવેલા નગરમાં કુલ 7 પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. જેમાનો એક દ્વાર સંત દ્વાર છે કે જ્યાંથી કોઈને પણ પ્રવેશ આપવામાં નહી આવે ફક્ત મહંત સ્વામી અને વડાપ્રધાન જ તે દ્વારથી પ્રવેશ લેશે.
28 મહાનુભાવોની પ્રતિકૃતી
આ દ્વાર ખાતે અલગ અલગ સંતની પ્રતિમા મુકાઈ છે. જેમાં શ્રીમદ આદી શંકરાચાર્ય, શ્રીમદ વલ્લભાચાર્ય, શ્રીમદ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાબાઈ તેમજ ભગાન બુધ્ધ, અને શ્રી મહાવીર જેવા મહાનુભાવોની 28 પ્રતિકૃતીઓ મુકાઈ છે જે પવિત્ર પ્રેરણા આપશે. આ સંત દ્વાર 380 ફૂટ પહોળો  તૈયાર કરાયો છે. આ સાથે તમામ નગરમાં ગાંધર્વની પ્રતિમાઓ પણ મુકવામાં આવી છે જે તમામ આવનારા ભક્તો અને અતિથીઓનું સ્વાગત કરે છે.
બબલ રેપથી પેઈન્ટિંગ
અત્યાર સુધી બબલ રેપથી તમે કોઈ પણ વસ્તુ કે જેને રેપ થયેલી જોઈ હશે પરંતુ સૌ પ્રથમ વખત તેમાંથી આટલી મોટી પેઈન્ટીંગ તૈયાર કરાઈ છે જી હાં પ્રમુખ સ્વામીજીની પેઈન્ટીક કે જે બબલ રેપ આર્ટ માંથી પેંટિંગ તૈયાર કરાઈ છે. આ પેઇન્ટિંગનો વલર્ડ રેકોર્ડ સ્થપાયો. જે 141 લંડનની મહિલાઓ દ્વારા તૈયાર કરાયુ છે. જેમાં 320 કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ  43 ફિટ* 25 ફિટની પેઇટિંગ તૈયાર કરાયું છે. 8.5 લાખ બબલ્સનો ઉપયોગ કરીને આ અદભૂત પેઈન્ટીંગ તૈયાર કરાયુ છે. જેમાં 104 પીસમાં બનાવવામાં આવ્યું પ્રમુખ સ્વામીજીનું પેઇન્ટિંગ સાથે સાથે 22 હજાર ઇન્જેક્શનથી કલર્સ પુરાયા છે. 1500 કલાકમાં તૈયાર થયું છે અદભુત વિશ્વનું પ્રથમ મોટું બાબલ રેપ આર્ટ પેઇન્ટિંગ.
પ્રમુખ સ્વામી મહારાજની જીવન સ્મૃતિ
સાથેસાથે 2 નંબરના ગેટ કે જ્યાંથી આમ પબ્લીક એન્ટ્રી લઈ શકશે તેઓ એન્ટર થતાની સાથે જ નીહાળી શકશે પ્રમુખ સ્વામી મહારાજની જીવન સ્મૃતિ, જેમાં પ્રમુખ સ્વામીજીની જન્મ મહોત્સવથી લઈને તેમના તમામ કામો પણ દર્શાવવામાં આવ્યા છે, જેમાં તેમણે સાડા સાત લાખથી પણ વધુ પત્રો લખ્યા હતા, 1200 થી વધુ મંદિરો અને અક્ષરધામનું સર્જન કરાયુ હતુ. તેમજ 1100થી વધુ સુશિક્ષીત યુવાનોને દીક્ષા અપાઈ હતી,,, 9500 થી વધુ બાળ યુવા કેન્દ્રોની સ્થાપના કરાઈ હતી. સાથેસાથે મહાન માણસો કે જેમણે પ્રમુખ સ્વામીજી માટે શું કહ્યુ હતુ તે પણ લખવામાં આવ્યુ છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અબ્દુલ કલામ, દલાઈ લામા, બિલ ક્વીંટન, કિંગ ચાર્લસ તમામનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - પ.પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્વયંસેવક સભા યોજાઇ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratFirstNarendraModiPramukhswamiMaharajShatabdiMohotsav
Next Article