Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તબીબોની હડતાળમાં રાજકારણ પ્રવેશ્યું, આ પક્ષે આપ્યો ટેકો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 10 દિવસથી રેસિડેન્ટ તબીબોની હડતાળ ચાલી રહી છે તેમાં હવે રાજનીતિની એન્ટ્રી થઈ છે. પાછલાં ઘણાં સમયથી રાજ્યમાં તબીબો પોતાની પડતળ માંગણીઓ સાથે સરકાર સામે રોષે ભરાયેલા છે. એક તરફ રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહ્યી છે. ત્યારે વિરોધીઓને પોતાના પક્ષે  કરવા રાજકારણીઓ પણ સક્રિય થયાં છે. હવે આ જુનિયર તબીબોની હડતાળને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સમર્à
તબીબોની હડતાળમાં રાજકારણ પ્રવેશ્યું  આ પક્ષે આપ્યો ટેકો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 10 દિવસથી રેસિડેન્ટ તબીબોની હડતાળ ચાલી રહી છે તેમાં હવે રાજનીતિની એન્ટ્રી થઈ છે. પાછલાં ઘણાં સમયથી રાજ્યમાં તબીબો પોતાની પડતળ માંગણીઓ સાથે સરકાર સામે રોષે ભરાયેલા છે. એક તરફ રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહ્યી છે. ત્યારે વિરોધીઓને પોતાના પક્ષે  કરવા રાજકારણીઓ પણ સક્રિય થયાં છે. હવે આ જુનિયર તબીબોની હડતાળને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. જુનિયર તબીબોની હડતાલ મામલે આપના રાષ્ટ્રીય નેતા ઇશુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ યોજી તેમને સમર્થન જાહેર કર્યું છે. 

Advertisement


 સરકારે તબીબોની ચિંતા કરવી જોઇએ
તેમને જણાવ્યું હતું કે, ખરેખર રાજ્યમાં જે તબીબોએ દિવસ રાત જોયાં વગર પ્રજાની સેવા કરી તે તબીબોની સરકારને ચિંતા નથી. રાજ્યમાં તબીબોએ આવી રીતે પોતાના હક માટે લડવું પડે તે શરમજનક છે. આ માટે સરકાર જવાબદાર છે. ગુજરાતમાં હોસ્પિટલની સ્થિતિ સારી નથી. ત્યારે હડતાળ પર બેસી પોતાનો હક સરકાર પાસે માગી રહેલા ડોક્ટરોને હોસ્ટેલમાંથી કાઢી નાખવાની વાત શરમજનક કહેવાય. તંત્રએ આ બાબતે જલ્દી નિર્ણય લેવો જોઇએ. આટલા બધા દિવસ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી તે અયોગ્ય છે. દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેનું ધ્યાન સરકારે રાખવું જોઈએ.
Tags :
Advertisement

.