Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક્શન મોડમાં Gujarat Police! રાજ્યમાં 'બેખોફ' બનેલા લુખ્ખા તત્વો પર વિંઝાશે પોલીસનો કોરડો!

આગામી 100 કલાકની અંદર રાજ્યનાં પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક-ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા સૂચના અપાઈ છે.
એક્શન મોડમાં gujarat police  રાજ્યમાં  બેખોફ  બનેલા લુખ્ખા તત્વો પર વિંઝાશે પોલીસનો કોરડો
Advertisement
  1. રાજ્યભરનાં અસામાજિક તત્વો પર વિંઝાશે પોલીસનો કોરડો! (Gujarat Police)
  2. પોલીસ વડા વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી તાકીદની બેઠક યોજી
  3. તમામ પોલીસ કમિશન, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજી
  4. અસામાજિક તત્વોની યાદી બનાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ

Gujarat Police : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમ જ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાનાં ઉદ્દેશ સાથે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) માર્ગદર્શનમાં આજે રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યનાં પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે.

અસામાજિક-ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશન

રાજ્યમાં અસામાજિક-ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલી વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ, મિલકત સામેનાં ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - VADODARA : 'ટપોરીઓ અને નશેડીઓમાં ખોફ પેદા કરો', પૂર્વ મેયરનો બળાપો

સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કાર્યવાહી કરવા સૂચના

રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે, જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન પર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવા તત્વોનાં બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkot : તળાવમાં નહાવા પડેલા 3 યુવક ડૂબ્યા, જીવ જોખમમાં મૂકી સ્થાનિકોએ બેને બચાવ્યા!

તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષકને આદેશ

ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન પર છૂટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમ જ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુંઆત અંગેનું રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષકને (Gujarat Police) આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

આ પણ વાંચો - Vadodara : 5 લોકોને કચડી નાખનાર લો સ્ટુડન્ટનો દાવો, 'હું નશામાં નહોતો, કાર 50 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચાલી રહી હતી'

Tags :
Advertisement

Related News

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

×

Live Tv

Trending News

.

×